ICC મહિલા T20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમે શ્રીલંકાને કારમી હાર આપીને પોઈન્ટ ટેબલને હચમચાવી દીધું છે. ટીમ ઈન્ડિયા માટે શ્રીલંકાને હરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ હતું. આ મેચ જીતીને હરમનપ્રીત કૌર એન્ડ કંપનીએ સેમીફાઈનલમાં પહોંચવાની પોતાની આશા જીવંત રાખી છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાને પોઈન્ટ ટેબલમાં પણ મોટો ફાયદો થયો છે અને ભારતનો નેટ રન રેટ પણ ઘણો સારો થઈ ગયો છે. ભારતની જીત સાથે સેમીફાઈનલના સમીકરણ બદલાતા જોવા મળી રહ્યા છે.


બીજા સ્થાને પહોંચી ટીમ ઈન્ડિયા

ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 82 રનથી હરાવીને તેની નેટ રન રેટમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. શ્રીલંકા સાથેની મેચ પહેલા ટીમ ઈન્ડિયાનો નેટ રન રેટ નેગેટિવ હતો. પરંતુ હવે ટીમ ઈન્ડિયાનો નેટ રન રેટ પોઝીટીવ થઈ ગયો છે. શ્રીલંકાને હરાવીને ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. હવે ભારતનો નેટ રન રેટ +0.576 છે. હવે ઓસ્ટ્રેલિયાની ટીમ ટીમ ઈન્ડિયાથી ઉપર રહી ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ તેની બંને મેચ જીતી છે. જ્યારે ભારતે 3માંથી 2 મેચ જીતી છે અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે.


આ બંને ટીમોનું ટેન્શન વધ્યું

ભારત પછી પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાન ત્રીજા સ્થાને, ન્યુઝીલેન્ડ ચોથા સ્થાને અને શ્રીલંકા છેલ્લા સ્થાને છે. જ્યાં એક તરફ પાકિસ્તાન ટીમનો નેટ રન રેટ પોઝિટિવ છે તો બીજી તરફ ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાની નેટ રન રેટ નેગેટિવ છે.


પાકિસ્તાને 2 મેચ રમી છે જેમાંથી એકમાં તેણે જીત અને બીજીમાં હારનો સામનો કરવો પડ્યો છે. ન્યુઝીલેન્ડને પણ બેમાંથી એક મેચ જીતવી પડી છે અને એક હારવી પડી છે. આ સિવાય પોઈન્ટ ટેબલમાં શ્રીલંકાની હાલત સૌથી ખરાબ દેખાઈ રહી છે. શ્રીલંકાની ટીમને 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.


  • Follow us on: