મહિલા ટી20 વર્લ્ડ કપમાં સેમિફાઇનલ રમવી છે તો ભારતીય ટીમ માટે એક મોટો પડકાર છે કે શ્રીલંકા સામે મોટી જીત હાંસલ કરવી પડે. ઓસ્ટ્રેલિયાના હાથે ન્યૂઝીલેન્ડની મોટી હાર બાદ ભારત માટે માત્ર શ્રીલંકાને હરાવવું પૂરતું નથી. તેણે ટુર્નામેન્ટમાં આગળ વધવું પડશે. પરંતુ જો તેમ ન થયુ તો આવી સ્થિતિમાં ટીમ ઇન્ડિયા કેવી રીતે સેમીફાઇનલ રમી શકશે ? ત્યારે આવો જાણીએ સેમિફાઇનલમાં પહોંચવા માટે ભારતની ટીમ પાસે બીજા કયા ઓપ્શન છે. સ્મૃતિ મંધાનાએ આ અંગે એક નિવેદન આપ્યું હતું જે બાદ સેમિફાઇનલમાં પહોંચવા પ્લાન બી શું હોઇ શકે તે વિચારવુ યોગ્ય બની જાય છે.

ટીમ ઈન્ડિયા હવે ક્યાં અટકી ?
ટીમ ઈન્ડિયાના હાલમાં 2 મેચ રમીને 2 પોઈન્ટ છે. આ રીતે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડનો પણ સેમ સ્કોર છે. જો કે ભારતીય ટીમ પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. અન્ય ટીમ કરતા તેનો રન રેટ સુધારવાની જરૂર છે. રન રેટની વાત કરીએ તો ટીમ ઇન્ડિયાનો રન રેટ -1.217 છે. ન્યુઝીલેન્ડનો (-0.050) અને પાકિસ્તાન (+0.555) છે. ત્યારે આ બંને ટીમો કરતા વધારે સારો રન રેટ બનાવવા માટે ભારતે શ્રીલંકા સામે મેચ જીતવી જરૂરી બની જાય છે.

સ્મૃતિ મંધાનાનું મોટું નિવેદન
જ્યારે ભારતીય મહિલા ટીમની વાઇસ-કેપ્ટન સ્મૃતિ મંધાનાને શ્રીલંકા સામેની મોટી જીત અને નેટ રન રેટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે તેનું અને ટીમનું ધ્યાન જીત પર છે. નેટ રન રેટ કરતાં જીતવું વધુ મહત્વનું છે. અમે જે સ્થિતિમાં રમી રહ્યા છીએ તે ખૂબ જ મુશ્કેલ છે. તેણે કહ્યું કે આવી સ્થિતિમાં અમે વિરોધી ટીમ વિરુદ્ધ અટેક કરવાના માઇન્ડ સેટ સાથે રમતના મેદાનમાં ન ઉતરી શકીએ.

શ્રીલંકા સામે જીત મેળવવી જરૂરી કેમ ?
સ્મૃતિ મંધાનાના આ નિવેદન પરથી આપણે એમ કહી શકીએ કે ટીમ ઇન્ડિયા નેટ રન રેટ વધારવાને લઇને ગંભીર નથી. આ માનસિકતાની સાથે જીત મળી તો નસીબનો સાથ ગણાશે. પરંતુ જો જીત ન મળી તો સેમીફાઇનલમાં પહોંચવા માટે બીજા પ્રયાસો વિશે વિચારવુ જરૂરી બની જાય છે. ત્યારે આવો જાણીએ આવી સ્થિતિમાં ભારતનુ સેમી ફાઇનલ રમવાનું સમીકરણ શું હોઇ શકે ?

શ્રીલંકા સામે જીત ન મળે તો શું.. ?
જો ભારત શ્રીલંકા સામે મોટી હાંસલ ન કરી શકે તો આવી સ્થિતિમાં પાકિસ્તાનની જીત માટે પ્રાર્થના કરવી પડશે સાથે સાથે પોતાની જીતનો પણ સિલસિલો યથાવત રાખવો પડશે. પાકિસ્તાનની ટીમ હાલ ગ્રુપ A ના પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જો તે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે રમાનાર તેની આગામી બે મેચ જીતી જાય છે તો તેના 6 પોઈન્ટ થઈ જશે. તો બીજી તરફ જો ભારતે શ્રીલંકા બાદ ઓસ્ટ્રેલિયાને પણ હરાવી દીધુ તો પછી તેના પોઇન્ટ 6 થઇ જશે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડના વધારેમાં વધારે 4 પોઇન્ટ જ રહેશે અને થશે એવું કે ભારત અને પાકિસ્તાન ગ્રુપ એમાંથી મહિલા ટી 20 વર્લ્ડ કપની સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ કરશે.

  • Follow us on: