• ભારતની વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં હાર
  • ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટે હારવ્યું
  • હાર બાદ પાક.ના પૂર્વ કેપ્ટનનું નિવેદન થયું વાયરલ

ભારતની સતત 10 મેચ બાદ વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં 6 વિકેટે હાર થઈ હતી. ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર બાદ પૂર્વ ક્રિકેટરો, નેતાઓ, અભિનેતાઓ પોત-પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમાં હવે વર્લ્ડ કપ 2023ની ફાઈનલની શરૂઆતમાં શાહિદ આફ્રિદીએ ટીમ ઈન્ડિયા વિશે નિવેદન આપ્યું હતું. આ વાત અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહી છે.

પાક.ના પૂર્વ કેપ્ટને કહ્યું- ઓવર કોન્ફિડન્સ...

જ્યારે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં બેટિંગ કરી રહી હતી ત્યારે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ લાઈવ ટીવી પર નિવેદન આપ્યું હતું. તેણે ભારતીય બેટ્સમેનો વિશે કહ્યું હતું કે ક્યારેક ઓવર કોન્ફિડન્સ તમને મારી નાખે છે. ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની હાર બાદ હવે આ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરની આ કોમેન્ટ વાયરલ થઈ રહી છે.

શાહિદ આફ્રિદીએ પાકિસ્તાની ન્યૂઝ ચેનલ પર એક ડિબેટ દરમિયાન આ વાત કહી હતી. અહીં તેમની સાથે પેનલમાં મોહમ્મદ યુસુફ પણ હાજર હતા. વર્લ્ડ કપ ફાઈનલ દરમિયાન જ્યારે ભારત પહેલા પાવરપ્લેમાં સંઘર્ષ કરી રહી હતી ત્યારે આફ્રિદીએ ભારતીય બેટ્સમેનોને પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. શાહિદ આફ્રિદીનું આ નિવેદન શુભમન ગિલ અને રોહિત શર્માના ખરાબ શોટ રમીને આઉટ થયા બાદ આવ્યું છે.

'જો તમે સતત જીતશો તો તમારો આત્મવિશ્વાસ વધી જશે'

જ્યારે ટીમ ઈન્ડિયાએ મેચની 11મી ઓવરમાં શ્રેયસ અય્યરના રૂપમાં ત્રીજી વિકેટ ગુમાવી ત્યારે એન્કરે શાહિદ આફ્રિદીને પૂછ્યું કે શું આ કોઈ મોટી રમતનું પ્રેશર છે? તેના પર આફ્રિદીએ કહ્યું, 'ના, આ કોઈ મોટી રમતનું પ્રેશર નથી. તેમનામાં આત્મવિશ્વાસ છે. આ રીતે મોટા થયા. આવી ભીડ સામે રમતા રહ્યા છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સંપૂર્ણપણે પ્રેશર આધારિત છે. તેઓ આ જાણે છે. જ્યારે તમે સતત મેચ જીતતા રહો છો, ત્યારે તમે પણ વધુ પડતા આત્મવિશ્વાસમાં પડી જાઓ છો. આ વસ્તુ તમને મારી નાખે છે. કારણ કે જે બોલ પર તે આઉટ થયો હતો તે બોલ એવા નહોતા કે જેનાથી વિરોધી ટીમને વિકેટો મળે.

વર્લ્ડ કપ ફાઇનલમાં ભારતનો 6 વિકેટે પરાજય થયો હતો

ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ ફાઇનલમાં પોતાની પ્રથમ ત્રણ વિકેટ વહેલી ગુમાવ્યા બાદ પ્રેશરમાં જોવા મળી હતી. પ્રથમ પાવરપ્લે બાદ વિરાટ કોહલી અને કેએલ રાહુલે ખૂબ જ ધીમી ભાગીદારીમાં રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયન બોલરો પણ નિયમિત અંતરે વિકેટો લેતા હતા. પરિણામ એ આવ્યું કે ભારતીય ટીમ માત્ર 240 રનમાં જ પડી ગઈ. આ પછી ઓસ્ટ્રેલિયાએ સરળતાથી લક્ષ્યનો પીછો કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ફાઈનલ મેચ 6 વિકેટે જીતીને છઠ્ઠી વખત વર્લ્ડ કપની ટ્રોફી જીતી હતી.

  • Follow us on: