• હૈદરાબાદમાં યોજાનારી મેચોની તારીખ પણ બદલાઈ શકે છે
  • 9 ઓક્ટોબર અને 10 ઓક્ટોબરે સતત બે મેચો યોજાવાની છે
  • હૈદરાબાદ ક્રિક્રેટ એસોસિએશને BCCIને જણાવી સમસ્યા

થોડા સમય પહેલા જ વર્લ્ડ કપ 2023 ની કેટલીક તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને ભારત-પાકિસ્તાનની મેચની તારીખ કારણ હતું કે તે અમદાવાદ ખાતે યોજાવાની હતી. 15 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં નવરાત્રીનો પહેલો દિવસ હતો. હવે હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને પોતાની સમસ્યા બીસીસીઆઈને જણાવી છે. જે બાદ ફરી એકવાર વર્લ્ડ કપ 2023 ની કેટલીક મેચોની તારીખ બદલાઈ શકે છે.

BCCIને પત્ર લખી જણાવી સમસ્યા

વર્લ્ડ કપ 2023 ની કેટલીક મેચોની તારીખો તાજેતરમાં બદલવામાં આવી હતી. અમદાવાદ અને કોલકાતામાં યોજાનારી મેચોની તારીખો બદલવામાં આવી હતી. તહેવારોને કારણે આ બંને જગ્યાએ ફેરફાર થયો હતો. હવે હૈદરાબાદમાં યોજાનારી મેચોની તારીખ પણ બદલાઈ શકે છે. હૈદરાબાદમાં 9 ઓક્ટોબર અને 10 ઓક્ટોબરે સતત બે મેચો યોજાવાની છે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સાથે વાત કરી છે.

ન્યુઝીલેન્ડ અને નેધરલેન્ડ વચ્ચે 9 ઓક્ટોબરે હૈદરાબાદમાં મેચ રમાવાની છે. આ પછી 10 ઓક્ટોબરે પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મેચ રમાશે. માહિતી અનુસાર હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને બીસીસીઆઈને પત્ર લખ્યો છે. એસોસિએશને આ બે મેચ વચ્ચે સમય માંગ્યો છે. તેમનું કહેવું છે કે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તારીખ બદલવી જોઈએ.

હૈદરાબાદમાં કુલ ત્રણ મેચ રમાવાની છે

માહિતી મુજબ, હૈદરાબાદ પોલીસે સતત બે મેચમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. પાકિસ્તાન ક્રિકેટ ટીમ પણ હૈદરાબાદમાં મેચ રમશે. આથી આ મેચને લઈને સુરક્ષા ખૂબ જ ચુસ્ત રહેશે. હૈદરાબાદમાં કુલ ત્રણ મેચ રમાવાની છે. પ્રથમ મેચ 6 ઓક્ટોબરે પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. આ પછી બીજી મેચ 9 ઓક્ટોબરે રમાશે અને ત્રીજી મેચ 10 ઓક્ટોબરે રમાશે. 14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. આથી પાકિસ્તાને પણ આ મેચ પહેલા સમય માંગ્યો હતો.

19 ઓક્ટોબરે ફાઈનલ મેચ રમાશે

જો કે તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી શરૂ થશે. તેની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદમાં રમાશે. ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલ 15 નવેમ્બરે રમાશે. જ્યારે બીજી સેમિફાઇનલ 16 નવેમ્બરે રમાશે. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદમાં યોજાશે.


  • Follow us on: