• ઈંગ્લેન્ડની ટીમ લખનઉ એરપોર્ટ પહોંચી
  • એરપોર્ટ પર ખેલાડીઓનું કરાયું સ્વાગત
  • ગઈકાલે ભારતીય ટીમ લખનઉ પહોંચી હતી

29 ઓક્ટોબરે લખનઉના ઈકાના સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે વર્લ્ડકપ 2023ની મેચ રમાવાની છે. આ મેચ માટે બુધવારે રાત્રે ભારતીય ટીમ લખનઉ પહોંચી હતી, ત્યારે આજે ઈંગ્લેન્ડની ટીમ પણ લખનઉ પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, 29 ઓક્ટોબરે લખનઉના ઈકાના સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે. ભારતીય ટીમ પોતાની તમામ 5 મેચ જીતીને મેદાને ઉતરશે. જેથી આ મેચમાં પણ ભારતીય ટીમ જીત માટે પ્રબળ દાવેદાર જોવા મળી રહી છે.

ભારતે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મેળવી હતી ઐતિહાસિક જીત

[[$googlead]]

આ પહેલાં ધર્મશાળામાં રમવામાં આવેલી મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને ઐતિહાસિક જીત મેળવી હતી. ચેન્નઈથી શરૂ થયેલી વર્લ્ડકપ યાત્રા હજુ સુધી અજેય રહી છે. બુધવારે ભારતીય ટીમ લખનઉ એરપોર્ટ પર પહોંચી હતી. અહીં લોકોએ ભારતીય ટીમનું જોરદાર સ્વાગત કર્યું હતું.

[[$alsoread]]

ઈંગ્લેન્ડનો સેમીફાઈનલનો રસ્તો થયો બંધ

ઈંગ્લેન્ડની ટીમ વર્લ્ડકપમાં 5 મેચ રમી છે. જેમાંથી માત્ર એક મેચમાં ઈંગ્લેન્ડની જીત થઈ છે. જેથી પોઈન્ટ ટેબલમાં 2 પોઈન્ટ સાથે અત્યારે ઈંગ્લેન્ડની ટીમ 9માં સ્થાને છે. ઈંગ્લેન્ડનો નેટ રનરેટ પણ -1.634 છે. સેમીફાઈનલમાં પહોંચવા માટે ટીમ પાસે ઓછામાં ઓછા 12 પોઈન્ટ હોવા જરૂરી છે, જ્યારે ઈંગ્લેન્ડ હવે માત્ર 4 મેચ રમશે. જો ઈંગ્લેન્ડ આ તમામ મેચમાં જીત મેળવે, તો પણ ઈંગ્લેન્ડ પાસે માત્ર 10 પોઈન્ટ થશે. જેથી સેમીફાઈનલમાં પહોંચવા માટે ઈંગ્લેન્ડનો રસ્તો બંધ થયો છે.

ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર

ભારતીય ટીમ અત્યાર સુધી વર્લ્ડકપની 5 મેચ રમી છે. આ પાંચેય મેચમાં ભારતીય ટીમની જીત થઈ છે. જેથી ભારતીય ટીમ 10 પોઈન્ટ અને +1.353 નેટ રનરેટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. ભારત હવે પોતાની આગામી મેચ 29 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ વિરુદ્ધ લખનઉમાં રમશે. આ મેચમાં પણ ભારતીય ટીમનું પલડું ભારે લાગી રહ્યું છે.

  • Follow us on: