- વિરાટ કોહલીએ 50મી ODI સદી ફટકારીને ચર્ચામાં
- હવે પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે આપી પ્રતિક્રિયા
- 100 સદીનો રેકોર્ડ પણ વિરાટ કોહલીએ તોડવો જોઈએ
વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલ મેચમાં તેની 50મી ODI સદી ફટકારીને સચિન તેંડુલકરનો સૌથી વધુ સદીનો રેકોર્ડ તોડ્યો હતો. હવે પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે આ અંગે મોટી પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું છે કે સચિન તેંડુલકરે બનાવેલો 100 સદીનો રેકોર્ડ પણ વિરાટ કોહલીએ તોડવો જોઈએ.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની સેમીફાઈનલ મેચમાં વિરાટ કોહલીએ જબરદસ્ત ઇનિંગ રમી હતી. વિરાટ કોહલીએ 113 બોલમાં 117 રનની શાનદાર સદી ફટકારી હતી. આ તેની ODI કારકિર્દીની 50મી સદી છે અને હવે તે ODI ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. વિરાટ કોહલીએ મહાન સચિન તેંડુલકરનો 49 સદીનો રેકોર્ડ તોડ્યો હતો. ખાસ વાત એ છે કે જ્યારે વિરાટ કોહલીએ આ રેકોર્ડ તોડ્યો ત્યારે સચિન તેંડુલકર મેદાનમાં હાજર હતા અને તેણે વિરાટ કોહલીને ગળે લગાવીને અભિનંદન આપ્યા હતા.













