• રોહિત શર્માની કેપ્ટનશીપમાં રણશે ટીમ ઈન્ડિયા
  • મોદી સ્ટેડિયમની પીચ પર બેટિંગ અને રનના વરસાદની શક્યતા ઓછી
  • પહેલા બેટિંગ કરીને ટીમ ઈન્ડિયા બનાવી શકે છે 315ની આસપાસનો સ્કોર

આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયા 12 વર્ષનો સ્કોર તોડવા માટે તૈયાર છે. આ સમયે ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની ટીમ વચ્ચે ખાસ મેચ રમાશે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા ફોર્મમાં છે. તેને ઓસ્ટ્રેલિયાની સામે લડવું પડશે. જો કે આ વખતે કરો યા મરોની સ્થિતિ જોવા મળી શકે છે. તો જાણો અમદાવાદની પીચ કેવી રહેશે અને સાથે તેની પર કેટલો સ્કોર જીત અપાવી શકે છે.

રવિવારે થશે જબરદસ્ત મુકાબલો

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે વર્લ્ડ ક્રિકેટનો સૌથી મોટો મુકાબલો થશે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્વવિડે શુક્રવારે સ્ટેડિયમ પહોંચીને પિચની તપાસ કરી. આ પીચને લઈને ઘણી ઉત્સુકતા પણ છે, મળતી માહિતી અનુસાર એ સ્પષ્ટ નથી કે ફાઈનલ માટે નવી પિચનો ઉપયોગ કરાશે કે પહેલાની જેમ જૂની પીચ પર મેચ રમાશે.

કેવી છે મોદી સ્ટેડિયમની પીચ

ફાઈનલની પીચને તૈયાર કરવા માટે બીસીસીઆઈના ચીફે ગ્રાઉન્ડ સ્ટાફ સાથે પીચ પર કામ કર્યું છે. આ સિવાય અન્ય લોકો પણ હાજર રહ્યા હતા. આ પીચ કાળી માટીની બનેલી છે જે ખાસ કરીને ધીમી રહે છે. મળતી માહિતી અનુસાર પીચ પર રોલરનો ઉપયોગ કરાયો છે. જેનાથી સંકેત મળી રહ્યા છે કે ફાઈનલના દિવસે પીચ ધીમી રહેશે. એટલે કે ધૂંઆધાર બેટિંગ અને રનનો વરસાદ થવાની શક્યતા ઓછી છે.

 

જીતવા માટે કેટલા રન જરૂરી

હવે પ્રશ્ન એ છે કે આ પિચ પર પહેલા બેટિંગ કરીને કેટલો સ્કોર જીતવા માટે જરૂરી રહેશે. તેના જવાબમાં ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના એક પીચ ક્યુરેટરે કહ્યું કે અહીં થોડો સ્કોર બની શકે છે પણ હિટિંગ બેટિંગ મુશ્કેલ છે. તો પહેલા બેટિંગ કરીને 315 રન બનાવી લેવામાં આવે તો ડિફેન્ડ કરી શકાય છે કેમકે ચેન્જ કરવાનું પણ સરળ રહેશે નહીં.

વર્લ્ડ કપમાં કેવી રહેશે સ્થિતિ

આ મેદાન પર 5 ઓક્ટોબરે ટૂર્નામેન્ટની શરૂઆત થઈ હતી. તેમાં ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડને હરાવીને શાનદાર શરૂઆત કરી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ મેદાન પર પોતાનો રૂતબો બતાવ્યો અને પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું હતું. આ સિવાય પણ 2 મેચ અહીં રમાઈ હતી અને તેમાં 300નો સ્કોર પણ બની શક્યો ન હતો. કુલ 4 મેચમાં સૌથી વધુ સ્કોર 286 રનનો રહ્યો હતો. જે ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ સામે બનાવ્યો હતો અને 33 રને મેચ જીતી હતી.  

  • Follow us on: