• WPL 2024 પ્લેઓફની રેસમાં ત્રણ ટીમો વચ્ચે જંગ
  • RCB પાસે પ્લેઓફમાં પહોંચવાની સૌથી વધારે તક
  • મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ કવોલિફાય થઈ

WPL 2024 ખૂબ જ રોમાંચક ક્ષણોમાંથી પસાર થઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટની 18મી મેચમાં ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્સને હરાવીને ક્વોલિફિકેશનની રેસને વધુ રોમાંચક બનાવી દીધી છે. જો યુપી આ મેચ જીત્યું હોત, તો તે 8 માંથી 4 જીત સાથે સરળતાથી ક્વોલિફાય થઈ ગયું હોત. પરંતુ ગુજરાતની જીત સાથે પોઈન્ટ ટેબલ વધુ જટિલ બની ગયું છે. સ્થિતિ એ છે કે WPLની માત્ર 2 મેચ બાકી છે, જ્યારે ત્રણેય ટીમો RCB, GG અને UP પાસે ક્વોલિફાય થવાની તક છે. ટૂર્નામેન્ટની 19મી મેચ આજે સાંજે RCB અને મુંબઈ વચ્ચે રમાશે. જો RCBને ક્વોલિફાય થવું હોય તો આજની મેચમાં બેમાંથી એક શરત પૂરી કરવી પડશે.

આજની મેચ ઘણા સવાલોના જવાબ આપશે

RCB અને મુંબઈ વચ્ચે આ રોમાંચક મેચ સાંજે 7.30 વાગ્યાથી રમાશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાવા જઈ રહી છે. જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજની મેચ ઘણા સવાલોના જવાબ આપવા જઈ રહી છે. WPL 2024 માટે 2 ટીમ પહેલેથી જ ક્વોલિફાય થઈ ગઈ છે. પોઈન્ટ ટેબલમાં દિલ્હી અને મુંબઈ અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાને છે. ત્રીજા સ્થાન માટે ક્વોલિફાય કરવા માટે UP, GG અને RCB વચ્ચે રેસ છે. RCB પાસે પ્લેઓફમાં પહોંચવાની સૌથી વધારે તક છે. પરંતુ આ માટે RCBએ આ 2 શરતો પૂરી કરવી પડશે.

RCB કેવી રીતે પ્લેઓફમાં પહોંચશે?

જો RCB WPLની 19મી મેચમાં મુંબઈને હરાવવામાં સફળ રહેશે તો તે સરળતાથી ક્વોલિફાય થઈ જશે. RCB અત્યારે આ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. મુંબઈને હરાવીને તે ત્રીજા સ્થાને રહીને ક્વોલિફાય થશે. બીજી તરફ, જો RCB મુંબઈ સામેની મેચ હારી જાય તો પણ તે ક્વોલિફાય થઈ શકે છે. આ માટે એક શરત છે કે RCB મુંબઈ સામે 60 કે તેથી વધુ રનથી હારશે નહીં. આ સ્થિતિમાં મુંબઈ સામે હાર્યા બાદ પણ તે પોઈન્ટ ટેબલમાં યુપીથી ઉપર રહેશે. જોકે, જો RCB મુંબઈ સામે હારી જાય છે તો ક્વોલિફિકેશન આવતીકાલની મેચ પર નિર્ભર રહેશે. RCBની હારના કિસ્સામાં ગુજરાત, RCB અને UPની ક્વોલિફિકેશનની શક્યતાઓ અકબંધ રહેશે.

ગુજરાત કેવી રીતે પ્લેઓફમાં પહોંચશે??

મુંબઈ સામે RCBની 60થી વધુ રને હાર બાદ, જો ગુજરાત આવતીકાલની મેચમાં દિલ્હીને ઓછામાં ઓછા 57 રનથી હરાવશે, તો તે પોઈન્ટ ટેબલમાં યુપીથી ઉપર જશે અને ક્વોલિફાય થશે. આ સિવાય જો દિલ્હી આ મેચ જીતશે તો યુપી ક્વોલિફાય થશે.

  • Follow us on: