• દિલ્હી કેપિટલ્સે શાનદાર બેટિંગ બાદ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું 
  • દિલ્હીએ 17મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 1 રનથી હરાવ્યું
  • દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય

દિલ્હી કેપિટલ્સે શાનદાર બેટિંગ બાદ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. દિલ્હીએ 17મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 1 રનથી હરાવ્યું છે. જે બાદ દિલ્હી પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને યથાવત છે.

વિમેન્સ પ્રીમિયર લીગની 17મી મેચ દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી. આ મેચમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સ્પર્ધા એકદમ રોમાંચક રહી હતી. સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપવાળી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે અંત સુધી લડત આપી, પરંતુ 20 ઓવરમાં 180 રન જ બનાવી શકી અને માત્ર 1 રનથી મેચ હારી ગઈ. આ સીઝનમાં આરસીબીની આ બીજી બેક ટુ બેક જીત છે. જ્યારે બેંગ્લોરનું દિલ્હીને હરાવવાનું સપનું માત્ર સપનું જ રહી ગયું હતું.


દિલ્હીએ સારી બેટિંગ કરી હતી

દિલ્હી કેપિટલ્સની કેપ્ટન મેગ લેનિંગે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેનો નિર્ણય દિલ્હીના બેટ્સમેનોએ સાચો સાબિત કર્યો હતો. શેફાલી વર્માએ સુકાની મેગ લેનિંગ સાથે મળીને પાવર પ્લેમાં 53 રનની મજબૂત શરૂઆત અપાવી હતી, પરંતુ પાવર પ્લે સમાપ્ત થયાના 2 બોલ જ પસાર થયા હતા કે શેફાલી વર્મા 18 બોલમાં 23 રન બનાવીને આશા શોભનાના બોલ પર આઉટ થઈ ગઈ હતી. . ત્યારબાદ 60 રનની અંદર કેપ્ટન મેગ લેનિંગ પણ શ્રેયંકા પાટીલના બોલ પર એલબીડબલ્યુ થઈને પેવેલિયન પરત ફરી હતી.

મેગ લેનિંગે 26 બોલમાં 29 રનની ઇનિંગ રમી હતી. બંને ઓપનર આઉટ થયા બાદ જેમિમાહ રોડ્રિગ્સ અને એલિસ કેપ્સીએ દિલ્હીની ઇનિંગ્સની કમાન સંભાળી હતી અને ત્રીજી વિકેટ માટે 97 રનની શાનદાર ભાગીદારી કરી હતી. જેમિમાહ રોડ્રિગ્સે 36 બોલમાં 58 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જેમાં તેણે 8 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. જેમિમાહ રોડ્રિગ્ઝના આઉટ થયા બાદ એલિસ કેપ્સી પણ ટીમના ખાતામાં 19 રન ઉમેરીને 32 બોલમાં 48 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. મેરિજેન કેપે 6 બોલમાં 12 રન ફટકારીને દિલ્હીનો સ્કોર 181 સુધી પહોંચાડ્યો હતો. બેંગ્લોર તરફથી બોલિંગમાં શ્રેયંકા પાટીલે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. જ્યારે આશા શોભનાને એક વિકેટ મળી હતી.

  • Follow us on: