વિમેન્સ પ્રીમિયર લીગ 2025 માટે ખેલાડીઓનો ઓક્શન રવિવારે બેંગલુરુમાં યોજાશે. 15 ડિસેમ્બરે યોજાનારી વુમન્સ પ્રીમિયર લીગની મિની-ઓક્શનમાં 19 સ્પોટ માટે 120 ખેલાડીઓ બોલી લગાવશે, જેમાં 91 ભારતીય, 29 વિદેશી અને સહયોગી દેશોના ત્રણ ખેલાડીઓનો સમાવેશ થાય છે.


આ વખતે 30 કેપ્ડ ખેલાડીઓ છે (9 ભારતીય, 21 વિદેશી), જ્યારે 90 અનકેપ્ડ (82 ભારતીય, 8 વિદેશી) છે. મોટાભાગની ફ્રેન્ચાઈઝીઓએ આગામી સિઝન માટે ટીમમાં તેમના મુખ્ય ખેલાડીઓને રિટેન કર્યા છે.

ગુજરાત જાયન્ટ્સ રૂપિયા 4.4 કરોડની સૌથી મોટી રકમ સાથે પ્રક્રિયામાં પ્રવેશ કરશે. તેમને મિની ઓક્શનમાંથી બે વિદેશી ખેલાડીઓ સહિત ચાર ખેલાડીઓની જરૂર છે. યુપી વોરિયર્સે એક વિદેશી ખેલાડી સહિત ત્રણ સ્થાન ભરવાની જરૂર છે, જ્યારે અન્ય ત્રણ ટીમો મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સે ચાર-ચાર ખેલાડીઓ લેવા પડશે. તમને જણાવી દઈએ કે WPL 2025 ઓક્શન સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ બાબતો.

WPL 2025 ઓક્શન ક્યારે અને ક્યાં થશે?

WPL 2025નો ઓક્શન શનિવારે (15 ડિસેમ્બર) બેંગલુરુમાં થશે.

WPL 2025 ઓક્શન કયા સમયે શરૂ થશે?

WPL 2025ની ઓક્શન ભારતીય સમય મુજબ બપોરે 2.30 વાગ્યે શરૂ થશે.

WPL 2025 ઓક્શનનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?

ભારતીય ફેન્સ JioCinema એપ પર WPL 2025 ઓક્શનનો આનંદ સંપૂર્ણપણે મફતમાં માણી શકશે.

ટીવી પર WPL 2025 ઓક્શન લાઈવ કેવી રીતે જોવું?

WPL 2025 ઓક્શનનું ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે.

WPL 2025ની ઓક્શનમાં કેટલા ખેલાડીઓ સામેલ છે?

વિમેન્સ પ્રીમિયર લીગ મિની ઓક્શનમાં 19 સ્પોટ માટે 120 ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે, જેમાં 91 ભારતીયો, 29 વિદેશીઓ અને સહયોગી દેશોના ત્રણ ખેલાડીઓનો સમાવેશ થાય છે.

વિમેન્સ પ્રીમિયર લીગ મીની ઓક્શનમાં દરેક ટીમ પાસે કેટલું પર્સ છે?

દિલ્હી કેપિટલ્સ - રૂ. 2.5 કરોડ

ગુજરાત જાયન્ટ્સ - રૂ. 4.4 કરોડ

મુંબઈ ઈન્ડિયન્સ - રૂ. 2.65 કરોડ

યુપી વોરિયર્સ - રૂ. 3.9 કરોડ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - રૂ. 3.25 કરોડ

  • Follow us on: