- WPLમાં મુંબઈ ઇન્ડિયન્સની સતત બીજી જીત
- મુંબઈ પોઈન્ટ ટેબલમાં ટોચ પર, બેંગ્લોર ચોથા ક્રમે
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સતત બીજી હાર
વુમન્સ પ્રીમિયર લીગની ચોથી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવી ટુર્નામેન્ટમાં સતત બીજી જીત મેળવી હતી. આ જીત સાથે મુંબઈએ પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન વધુ મજબુત કર્યું હતું, જ્યારે બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની આ સતત બીજી હાર છે.
MIની બીજી જીત, RCBની બીજી હાર
મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલ મુકાબલામાં મેચ જીતવા મુંબઈ ઈન્ડિયન્સને 156 રનનો ટાર્ગેટ મળ્યો છે. જેને MIની ટીમે માત્ર 14.2 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. મુંબઈ તરફથી નેતાલી સીવર બ્રન્ટ અને હેલી મેથ્યૂઝે ફિફ્ટી ફટકારી હતી. જ્યારે બેંગ્લોર તરફથી એકમાત્ર વિકેટ પ્રીતિ બોઝને મળી હતી.
MIને જીતવા 156 રનનો ટાર્ગેટ
WPLમાં આજના મુકાબલામાં RCBએ ટોસ જીતી પહેલા બેટિંગ કરતા 155 રન બનાવ્યા હતા અને MIને જીતવા 156 રનનો ટાર્ગેટ આપ્યો હતો. RCB તરફથી રિચા ઘોષે સૌથી વધુ 28 જ્યારે કેપ્ટન સ્મૃતિ મંધાનાએ 23 રન બનાવ્યા હતા. મુંબઈની હેલી મેથ્યૂઝે ત્રણ, જ્યારે સાઇકા-અમીલિયાની બે-બે વિકેટ ઝડપી હતી.
RCBએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી
વુમન્સ પ્રીમિયર લીગની પહેલી સિઝનના ત્રીજા દિવસે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેના મુકાબલામાં RCBની કપ્તાન સ્મૃતિ મંધાનાએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી અને MIને પહેલા બોલિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.
બન્ને ટીમની પ્લેઇંગ-11
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર:
સ્મૃતિ મંધાના (કેપ્ટન), સોફી ડેવાઇન, એલિઝ પેરી, દિશા કસાત, રિચા ઘોષ (વિકેટકીપર), હીથર નાઈટ, કનિકા આહુજા, મેગન શુટ, શ્રેયંકા પાટિલ, પ્રીતિ બોઝ, રેણુકા ઠાકુર સિંહ
મુંબઈ ઈન્ડિયન્સ:
યાસ્તિકા ભાટિયા(વિકેટકીપર), હેલી મેથ્યુઝ, નેટ સાયવર-બ્રન્ટ, હરમનપ્રીત કૌર(કેપ્ટન), એમેલિયા કેર, પૂજા વસ્ત્રાકર, ઈસી વોંગ, અમનજોત કૌર, હુમૈરા કાઝી, જીંતિમાની કલિતા, સાઇકા ઈશાક