• લોરેન બેલે WPLની આગામી સિઝનમાંથી થઇ બહાર
  • ચમારી અટાપટ્ટુ T20માં સદી ફટકારનારી એકમાત્ર લંકન મહિલા ખેલાડી
  • ચમારી અટાપટ્ટુને ટેસ્ટ, ODI અને T20 રમવાનો ઘણો અનુભવ

ઇંગ્લિશ ફાસ્ટ બોલર લોરેન બેલે વુમન્સ પ્રીમિયર લીગ 2024ની આગામી સિઝનમાંથી પોતાને બહાર કરી દીધી છે. યુપી વોરિયર્સે બેલના સ્થાને શ્રીલંકાના કેપ્ટન ચમારી અટાપટ્ટુને સાઇન કરૂ છે. આ સિઝન માટે યોજાયેલી હરાજીમાં તે અનસોલ્ડ રહી હતી.

પ્રથમ હરાજીમાં બેઝ પ્રાઇઝ પર ખરીદાઇ

પોતાની આક્રમક બેટિંગ માટે પ્રખ્યાત ચમારી અટાપટ્ટુ T20માં સદી ફટકારનારી એકમાત્ર લંકન મહિલા ખેલાડી છે. તેને યુપી વોરિયર્સે તેની મૂળ કિંમત રૂ. 30 લાખ પર સાઈન કરી હતી. ચમારી અટાપટ્ટુને ટેસ્ટ, ODI અને T20 રમવાનો ઘણો અનુભવ છે. શ્રીલંકા માટે 120 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભાગ લીધો છે.

લોરેન બેલે છોડ્યો સાથ

લોરેન બેલે ઈંગ્લેન્ડ માટે 14 ટી20 મેચોમાં ભાગ લીધો છે. આ દરમિયાન 18 વિકેટ લીધી છે. લોરેનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 12 રનમાં 4 વિકેટ છે. લોરેન બેલને યુપી વોરિયર્સ દ્વારા પ્રથમ WPL હરાજીમાં તેની મૂળ કિંમત રૂ. 30 લાખમાં સાઇન કરવામાં આવી હતી. જો કે, તેને એક પણ મેચ રમવા મળી ન હતી.

23મી ફેબ્રુઆરીથી રમાશે મેચ

તમને જણાવી દઈએ કે BCCIએ ટાટા વિમેન્સ પ્રીમિયર લીગ 2024ના શેડ્યૂલની જાહેરાત કરી દીધી છે. સૌથી મોટી મહિલા T20 લીગની બીજી સિઝન 23 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી બેંગલુરુ અને દિલ્હીમાં યોજાશે. પાંચ મજબૂત ટીમો સાથેની આ રોમાંચક T20 ટૂર્નામેન્ટમાં 20 લીગ મેચ અને બે નોકઆઉટ મેચ હશે. પ્રથમ 11 મેચ બેંગલુરુમાં રમાશે. ત્યારપછીની 9 મેચ અને બે પ્લેઓફ મેચ દિલ્હીમાં યોજાશે.

  • Follow us on: