• ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે આજે ફાઈનલ મેચ
  • ઓફ સ્પિનર અર્ચનાની માતાએ મેચ જોવા કર્યો જુગાડ
  • માતાએ દૂધ વેચીને દીકરીને વધારી છે આગળ

અંડર-19 મહિલા ટી20 વર્લ્ડ કપનો ખિતાબ જીતવા માટે ભારતીય ટીમ રવિવારે ઈંગ્લેન્ડ (England)ની સામે રમશે. સાઉથ આફ્રિકામાં યોજાઈ રહેલી ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ પર કરોડો લોકોની નજર છે. તેમાં એક છે સાવિત્રી દેવી. સાવિત્રી દેવી ટીમ ઈન્ડિયામાં સામેલ બોલિંગ ઓલરાઉન્ડર અર્ચના દેવી (Archana Devi)ની માતા છે. તેઓએ દીકરીની મેચ જોવા માટે કોઈ બાધા ન આવે તે માટે પાઈ પાઈ જોડીને ઈન્વર્ટર ખરીદ્યું છે.

અર્ચના યૂપીના ઉન્નાવ જિલ્લાની રહેવાસી

18 વર્ષની અર્ચના યૂપી જિલ્લાના ઉન્નાવના એક નાના ગામ રતઈ પુરવાની રહેવાસી છે. આ ગામમાં વીજળી આવવા કરતા વધારે જતી હોય છે. સાવિત્રી ફાઈનલ મેચ સ્માર્ટફોનમાં જોવા ઈચ્છે છે જે તેમને અર્ચનાએ સાઉથ આફ્રિકા જતા પહેલા અપાવ્યો હતો. આ મેચ જોવા માટે મોબાઈલ ચાર્જ હોવો જરૂરી છે. સાવિત્રી આ સમસ્યાને સમજે છે અને તેઓએ તેનું નિરાકરણ પણ શોધી રાખ્યું છે. તેઓએ પોતાની મહેનતને કામયાબ થતી જોવા માટે રૂપિયા ભેગા કરીને ઈન્વર્ટર ખરીદી લીધું છે. સાવિત્રીએ કહ્યું કે અમારા ગામમાં લાઈટની કોઈ ગેરેંટી નથી, આ કારણે મેં ઈન્વર્ટર ખરીદવા માટે રૂપિયા ભેગા કર્યા. મારી દીકરી વિશ્વકપ ફાઈનલ રમનારી ટીમમાં છે અને સાથે તેને જોવામાં કોઈ ખલેલ ન પડે તે માટે અમે ફોનમાં મેચ જોવા ઈચ્છીએ છીએ.

માતાએ દૂધ વેચીને દીકરીને વધારી આગળ

ઓફ સ્પિનર અર્ચના અને તેની માતા સાવિત્રીનું જીવન સંઘર્ષ ભર્યું છે. આજે પણ આખો પરિવાર એક રૂમમાં અને છાપરા વાળા ઘરમાં રહે છે. 4 વર્ષની ઉંમરમાં અર્ચનાના માથા પરથી પિતાનો હાથ છીનવાઈ ગયો હતો અને થોડા સમય બાદ સાવિત્રીએ એક દીકરો પણ ખોવી દીધો. અર્ચનાના નાના ભાઈનું સર્પદંશના કારણે મોત થયું હતું. પતિ અને દીકરાના આઘાતથી તૂટેલી સાવિત્રી દેવીએ હિંમત ભેગી કરીને દીકરીને આગળ વધારવાનો નિર્ણય લીધો. તેઓએ ગાયનું દૂધ વેચીને અને ખેતી કરીને ઘરનો ખર્ચ ઉપાડ્યો.

કસ્તૂરબા ગાંધી શાળામાં કરાવ્યું એડમિશન

રૂપિયાની તંગી દૂર ન થઈ તો તેઓએ અર્ચનાને કસ્તૂરબા ગાંધી આવાસીય શાળામાં મોકલી જેથી ફ્રીમાં અભ્યાસની સાથે સારું ખાવાનું મળી રહે. આ માટે તેઓએ અનેક લોકોના મેણા ટોણાં પણ સાંભળ્યા. અહીં અર્ચનાની પ્રતિભાને સૌથી પહેલા તેમની ફિઝિકલ એજ્યુકેશન ટીચર પૂનમે ઓળખી અને તેને ક્રિકેટ રમવા માટે પ્રેરિત કરી. અર્ચના 13 વર્ષની ઉંમરમાં ક્રિકેટ શીખવા કાનપુર આવી. અહીં તેઓએ કુલદીપ યાદવના કોચ રહેલા કપિલ પાંડેએ રમતના ગુરુ મંત્રો શીખવ્યા.  

  • Follow us on: