• ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સિરીઝની બીજી ટેસ્ટ
  • યશસ્વી જયસ્વાલે ફટકારી શાનદાર બેવડી સદી
  • યશસ્વી ભારતનો આગામી સુપરસ્ટાર: રોહિત શર્મા

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સિરીઝની બીજી ટેસ્ટ વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 396 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી હતી. તેણે 19 ફોર અને 7 સિકસરની મદદથી 209 રન બનાવ્યા હતા.

યશસ્વી જયસ્વાલ છેલ્લા એક દાયકામાં ટેસ્ટ મેચના પ્રથમ દિવસે સૌથી વધુ રન બનાવનાર ભારતીય બની ગયો છે. આ મામલે તેણે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માનો રેકોર્ડ તોડી નાખ્યો છે. રોહિત શર્મા યશસ્વી જયસ્વાલ અને તેની રમવાની રીતને સતત સપોર્ટ કરી રહ્યો છે અને તેનો પુરાવો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

રોહિત શર્માની ભવિષ્યવાણી સાચી પડી

હકીકતમાં, લગભગ 162 અઠવાડિયા પહેલા, જ્યારે યશસ્વી જયસ્વાલે ઘરેલુ ક્રિકેટ મેચમાં બેવડી સદી ફટકારી હતી, ત્યારે રોહિત શર્માએ તેની તસવીર પર કોમેન્ટ કરીને લખ્યું હતું કે તે આગામી સુપરસ્ટાર છે. હવે જ્યારે યશસ્વી જયસ્વાલે વિશાખાપટ્ટનમના મેદાનમાં સદી ફટકારી ત્યારે રોહિત શર્મા ડ્રેસિંગ રૂમમાં ઉભા રહીને તાળીઓ પાડી રહ્યો હતો.


યશસ્વી જયસ્વાલે જ્યારથી ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન બનાવ્યું છે ત્યારથી તે ધૂમ મચાવી રહ્યો છે. યશસ્વીએ પહેલા T-20 ક્રિકેટમાં અને પછી ટેસ્ટ ક્રિકેટમાં કમાલ કરી છે. 22 વર્ષના યશસ્વી જયસ્વાલની આ છઠ્ઠી ટેસ્ટ મેચ છે, અત્યાર સુધીમાં તેણે 590 રન બનાવ્યા છે અને તેની એવરેજ પણ 65થી વધુ છે.

મેચની સ્થિતિ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સીરીઝની આ બીજી ટેસ્ટ મેચ છે. ભારતીય ટીમ શ્રેણીની પ્રથમ મેચ હારી ચૂકી છે, હવે ટીમ અહીં વાપસી કરવાનો પ્રયાસ કરી રહી છે.ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં 396 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી હતી. તેણે 19 ફોર અને 7 સિકસરની મદદથી 209 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 34 રનનું યોગદાન આપ્યું હતું. રજત પાટીદાર 32 રન બનાવીને આઉટ થયો હતો. રોહિત શર્મા 14 રન બનાવીને આઉટ થયો હતો. અક્ષર પટેલ 27 રન બનાવીને આઉટ થયો હતો.

  • Follow us on: