વર્ષ 2024 પુરુ થવામાં છે. એક તરફ લોકો આ વર્ષને વિદાય આપશે તો બીજી તરફ 2025નું સ્વાગત કરશે. ક્રિકેટની દૃષ્ટિએ ભારતીય ફેન્સ માટે 2024 યાદગાર રહ્યું છે. ભારતીય ક્રિકેટ ટીમે આ વર્ષે T-20 વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ઘણા ક્રિકેટરો તેને પોતાના અંગત જીવનના કારણે યાદગાર ગણશે. આ વર્ષે ઘણા ક્રિકેટરોએ લગ્ન કરી લીધા છે. જેમાં આઈપીએલ સ્ટાર વેંકટેશ અય્યરથી લઈને ચેતન સાકરિયા સુધીના નામ સામેલ છે.


વેંકટેશ અય્યર

29 વર્ષના વેંકટેશ અય્યરે આ વર્ષે જૂનમાં શ્રુતિ રઘુનાથન સાથે લગ્ન કર્યા હતા. તે બંનેના પ્રેમ લગ્ન હતા. તમને જણાવી દઈએ કે ઈન્ડિયન પ્રીમિયર લીગના મોટા સ્ટાર તરીકે ઉભરી ચુકેલા વેંકટેશ અય્યર પણ ટીમ ઈન્ડિયા માટે રમી ચૂક્યો છે. તેને બે વનડે અને 9 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. જ્યારે IPLમાં તે કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ છે. વર્ષ 2024માં જ્યારે KKR ત્રીજી વખત IPL ચેમ્પિયન બન્યું ત્યારે અય્યરે અણનમ અડધી સદી ફટકારી હતી. વેંકટેશને તાજેતરમાં IPL 2025ની ઓક્શનમાં KKR દ્વારા ખરીદ્યો હતો. KKRએ તેના માટે 23.75 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી.

ચેતન સાકરીયા

26 વર્ષના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાના પણ આ વર્ષે લગ્ન થયા છે. તેને આ વર્ષે તેની ગર્લફ્રેન્ડ મેઘના જાંબુચા સાથે લગ્ન કર્યા. ચેતને ભારત માટે 1 વનડે અને 2 T20 રમી છે. તેને IPLમાં 19 મેચ રમી છે. પરંતુ IPL 2025ના ઓક્શન દરમિયાન ચેતનને મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે કોઈ ટીમે તેને ખરીદ્યો ન હતો. તેની બેઝ પ્રાઈઝ 75 લાખ રૂપિયા હતી.

પ્રેરક માંકડ

પ્રેરક માંકડ ડોમેસ્ટિક ક્રિકેટમાં એક શાનદાર ઓલરાઉન્ડર છે. તેને IPL 2023માં લખનૌ સુપર જાયન્ટ્સ માટે 5 મેચ રમી છે. જ્યારે 2022 IPLમાં તેને પંજાબ કિંગ્સ માટે એક મેચ રમી હતી. 30 વર્ષીય પ્રેરકે આ વર્ષે તેની ગર્લફ્રેન્ડ કિંજલ સાથે લગ્ન કર્યા હતા.

પ્રિયાંક પંચાલ

સ્થાનિક ક્રિકેટના મહાન બેટ્સમેનોમાંના એક પ્રિયાંક પંચાલ ગુજરાતની ટીમનો કેપ્ટન રહી ચૂક્યા છે. માર્ચ 2024 માં પ્રિયંકે સ્પોર્ટ્સ સાયકોલોજિસ્ટ કાલના શુક્લા સાથે લગ્ન કર્યા.

રાશિદ ખાન અને મોહસીન ખાન

અફઘાનિસ્તાનના સ્ટાર બોલર રાશિદ ખાનના લગ્ન 3 ઓક્ટોબર 2024ના રોજ થયા હતા. કપલે કાબુલની ઈમ્પીરીયલ કોન્ટીનેન્ટલ હોટલમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા. IPLમાં લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમી રહેલા ભારતીય બોલર મોહસીન ખાને આ વર્ષે નવેમ્બરમાં લગ્ન કર્યા હતા.


  • Follow us on: