- રોહિત શર્મા તેની ફની સ્ટાઇલ માટે જાણીતો છે
- રોહિતે પ્રેસ કોન્ફરન્સમાં ફરી એકવાર સીધી વાત કરી
- શર્માએ કહ્યું, 'યે પાગલપંતી નહીં કરતે'
સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. રોહિત શર્મા તેના સીધા અને સચોટમાં જવાબ માટે જાણીતા છે. તેની વચ્ચે રોહિત શર્માનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા 'યે પાગલપંતી નહીં કરતે' કહેતો જોવા મળી રહ્યો છે. જાણો શું છે સમગ્ર મામલો
'યે પાગલપંતી હમ નહીં કરતે': રોહિત શર્મા
વર્તમાન ભારતીય કેપ્ટન રોહિત શર્મા તેની ફની સ્ટાઇલ માટે જાણીતો છે. ભારતીય કેપ્ટન ઘણીવાર પ્રેસ કોન્ફરન્સમાં સીધી વાત કરતા જોવા મળે છે અને ફેન્સને તેની સ્ટાઈલ ખૂબ પસંદ આવે છે. હવે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં રોહિત શર્મા એકદમ સરળ રીતે કહેતો જોવા મળી રહ્યો છે કે 'યે પાગલપંતી હમ નહીં કરતે'.
વાસ્તવમાં, સોમવારે (21 ઓગસ્ટ) એશિયા કપ 2023 માટે 17 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી અને વાત કરી. આ વાતચીતમાં રોહિત શર્માએ ખેલાડીઓના બેટિંગ ઓર્ડર વિશે વાત કરી. બેટિંગ પોઝિશન વિશે બોલતા રોહિત શર્માએ પાગલપંતી વિશે કહ્યું.
ઈતની ફ્લેક્સિબિલિટી તો ટીમ મેં જરુરી હૈઃ રોહિત શર્મા
વીડિયોમાં રોહિત શર્મા કહે છે, “જો ઓપનર કા પ્લેસ હૈ, ઓપનર ઉધર હી બેટિંગ કરતા હૈ. તીન નંબર વાલા તીન નંબર પર ખેલ રહા હૈ. પાંચ નંબર પર કેએલ રાહુલ આ રહા થા, વો પાંચ નંબર પર ખેલેગા. હાર્દિક 6 પર આતા હૈ, વો 6 પર ખેલતા હૈ. જાડેજા સાત પર. નંબર ચાર અને પાંચ કા કભી ઉપર નીચે હોગા તો ઉસમે કોઈ પ્રોબ્લેમ નહી. ઈતની ફ્લેક્સિબિલિટી તો ટીમ મેં જરુરી હૈ."
અમારી બેટિંગની પોઝીશન…
ભારતીય કેપ્ટનએ વધુમાં કહ્યું, “જ્યારે અમે ટીમમાં આવ્યા ત્યારે અમારી બેટિંગની પોઝીશન… મારી બેટિંગ પોઝિશન ઉપરથી નીચે સુધી જુઓ, અમે બધા યંગસ્ટર્સે ઉપરથી નીચે સુધી બેટિંગ કરે છે, તેથી હું ફ્લેક્સિબિલિટી વિશે વાત કરી રહ્યો છું. એવું નથી કે આ ઓપનરને નંબર આઠ પર મોકલીને આઠ નંબરનો ઓપનર બનાવી દો. હમને ઐસા... યે પાગલપંતી નહીં કરતે હમ.
એશિયા કપ 2023 માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, ઈશાન કિશન, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, સૂર્યકુમાર યાદવ, તિલક વેરમા. પ્રખ્યાત કૃષ્ણ.
રિઝર્વ પ્લેયરઃ સંજૂ સેમસન