- BCCIએ હાલમાં જ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી
- ગિલની આગેવાનીમાં ઝિમ્બાબ્વે સામે રમશે ભારતીય ટીમ
- BCCIએ નીતિશ રેડ્ડીની જગ્યાએ શિવમ દુબેને કર્યો શામેલ
ભારતીય ટીમ T20 વર્લ્ડકપ 2024 પૂરો થયા બાદ ઝિમ્બાબ્વેના પ્રવાસે જઈ રહી છે, જ્યાં બંને ટીમો વચ્ચે 5 T20 મેચ રમાશે. BCCIએ હાલમાં જ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી, જેમાં આઈપીએલ 2024માં ધમાલ મચાવનાર નીતિશ રેડ્ડીને પણ તક આપવામાં આવી હતી. હવે BCCIએ નવું નિવેદન જારી કરીને કહ્યું છે કે શિવમ દુબે ઝિમ્બાબ્વે સામેની સિરીઝમાં નીતિશ રેડ્ડીની જગ્યાએ રમશે.
ઈજાના કારણે નીતિશ રેડ્ડી બહાર
સ્ટાર ખેલાડી નીતીશ કુમાર રેડ્ડી આ પાંચ મેચોની શ્રેણીમાંથી બહાર છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અનુસાર, તેને ઈજા થઈ છે. જો કે, આ કેવા પ્રકારની ઈજા છે? આનો ખુલાસો કરવામાં આવ્યો નથી. બીસીસીઆઈની મેડિકલ ટીમ તેના પર નજર રાખી રહી છે. ભારતીય ટીમ અને ખુદ નીતિશ રેડ્ડી માટે આ એક મોટો ફટકો સાબિત થશે. રેડ્ડી ભારતીય ટીમ માટે મિડલ ઓર્ડરમાં ઉપયોગી સાબિત થઈ શકે છે. તેણે ઓલરાઉન્ડર તરીકે પણ પોતાની જાતને સાબિત કરી છે.
શિવમ દુબે લેશે જગ્યા
આ સાથે BCCIઈએ પણ નીતિશ રેડ્ડીને બદલવાની જાહેરાત કરી છે. શિવમ દુબે તેનું સ્થાન લેશે. દુબે T-20 વર્લ્ડ કપ રમી રહ્યો છે. તેને આ શ્રેણીમાંથી આરામ પણ આપવામાં આવ્યો હતો, પરંતુ હવે તેના નામની જાહેરાત કરવામાં આવી છે.
ભારત-ઝિમ્બાબ્વે સિરીઝ ક્યારે શરૂ થશે?
ભારતનો ઝિમ્બાબ્વે પ્રવાસ 6 જુલાઈથી શરૂ થશે અને બંને ટીમો વચ્ચે 14 જુલાઈ સુધી 5 T20 મેચ રમાશે. આ સીરીઝમાં શુભમન ગિલને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ આપવામાં આવી છે અને હવે આ ટીમમાં શિવમ દુબે એકમાત્ર એવો ખેલાડી હશે જેણે ટી20 વર્લ્ડકપ 2024માં ભારત માટે કોઈ મેચ રમી હોય. ભારતીય ટીમ 1લી જુલાઈએ ઝિમ્બાબ્વે જવા રવાના થઈ રહી છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, રિષભ પંત અને સૂર્યકુમાર યાદવ સહિત ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.
ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે અને શિવમ દુબે.