- યૂકી ભાંબરી બીજા રાઉન્ડમાં હાર સાથે થયો બહાર
- બેલ્જિયમના જિજો બર્ગ સામે સીધા સેટમાં હાર
- જિજો બર્ગે ભાંબરીને 3-6, 2-6થી પરાજય આપ્યો
યૂકી ભાંબરી બીજા રાઉન્ડમાં બેલ્જિયમના જિજો બર્ગ સામે સીધા સેટમાં હારી જતાં યુએસ ઓપન ક્વોલિફાયર્સ ટેનિસ ટૂર્નામેન્ટમાં ભારતના અભિયાનનો અંત આવી ગયો હતો. ભારતના 30 વર્ષીય ખેલાડીનો બેલ્જિયમના હરીફ સામે 3-6, 2-6થી પરાજય થયો હતો. વિશ્વમાં 552મો ક્રમાંક ધરાવતા ભાંબરીએ પ્રથમ સેટમાં એક સમયે સ્કોર 3-3નો કર્યો હતો પરંતુ બર્ગે ત્યારબાદ ધીમે ધીમે મુકાબલો પોતાની તરફેણમાં કરી લીધો હતો.










