• ગુજરાત ટાઇટન્સ ટીમને લઇને એક મોટું અપડેટ સામે આવ્યું
  • હેડ કોચ આશિષ નેહરા ગુજરાત ટાઇટન્સથી અલગ થઈ શકે
  • યુવરાજ સિંહ ગુજરાત ટાઇટન્સનો આગામી હેડ કોચ બની શકે

IPL 2025ની મેગા ઓક્શન પહેલા ગુજરાત ટાઇટન્સ ટીમને લઇને એક મોટું અપડેટ સામે આવ્યું છે. હેડ કોચ આશિષ નેહરા અને ક્રિકેટ ડિરેક્ટર વિક્રમ સોલંકી ગુજરાત ટાઇટન્સથી અલગ થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુવરાજ સિંહ ટીમનો આગામી હેડ કોચ બની શકે છે. પરંતું હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. ટીમના માર્ગદર્શક ગેરી કર્સ્ટન પહેલાથી જ ટીમથી અલગ થઈ ચૂક્યા છે.

ગુજરાતની ટીમમાં થઈ શકે મોટા ફેરફાર

એક અહેવાલ મુજબ આવનારા સમયમાં ગુજરાત ટાઇટન્સમાં ઘણા ફેરફારો થઈ શકે છે. આશિષ નેહરા અને વિક્રમ સોલંકી ટીમ છોડી શકે છે. આ સિવાય યુવરાજ સિંહ ટીમના આગામી મુખ્ય કોચ બની શકે છે. GTના વર્તમાન કોચિંગ સ્ટાફમાં આશિષ કપૂર, નઈમ અમીન, નરેન્દ્ર નેગી અને મિથુન મનહાસનો પણ સમાવેશ થાય છે. આ તમામ લોકોએ પોતાના માટે નવા વિકલ્પો પણ શોધવાનું શરૂ કરી દીધું છે.

યુવરાજ આ ટીમ તરફથી રમી ચૂક્યો છે

એક ખેલાડી તરીકે યુવરાજ સિંહનો મર્યાદિત ઓવરોમાં રેકોર્ડ ઘણો શાનદાર રહ્યો છે. ભારતને T20 વર્લ્ડકપ 2007 અને 2011 વર્લ્ડકપ જીતવામાં તેણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તે IPLમાં પણ ઘણી મોટી ટીમોનો ભાગ રહી ચૂક્યો છે. તે IPLમાં મુંબઈ, હૈદરાબાદ, RCB, હૈદરાબાદ, દિલ્હી અને પૂણે તરફથી રમી ચૂક્યો છે. તેની પાસે IPLનો ઘણો અનુભવ છે. આ રીતે તે આશિષ નેહરાની ખાલીપો ભરી શકે છે.

કેપ્ટન ગિલ સાથે મચાવી શકે છે ધમાલ

શુભમન ગિલ હાલમાં ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન છે. તેણે યુવરાજ સિંહની દેખરેખમાં પોતાની રમત પર ઘણું કામ કર્યું છે. આ સિવાય ગિલ પોતે પણ ઘણી વખત પોતાની સફળતાનો શ્રેય યુવરાજ સિંહને આપી ચૂક્યો છે. આવી સ્થિતિમાં આ બંને IPLમાં ધમાલ મચાવી શકે છે.

  • Follow us on: