• ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો
  • હરિયાણાના સીએમએ ચહલને કર્યો સન્માનિત
  • 15 સભ્યોની ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ હતો ચહલ

ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડકપ 2024 નો ખિતાબ જીત્યો હતો. ટીમે 29 જૂન, શનિવારે બાર્બાડોસની ધરતી પર દક્ષિણ આફ્રિકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું. સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ 15 સભ્યોની ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ હતો, જેના કારણે તેને હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈનીએ સન્માનિત કર્યા હતા. ચહલ તેના પરિવાર સાથે સીએમ નાયબ સિંહને મળવા આવ્યો હતો.

હરિયાણાના મુખ્યમંત્રીએ ચહલનું કર્યું સન્માન

તમને જણાવી દઈએ કે ચહલ હરિયાણાના જીંદથી આવે છે. ચલહના અભિવાદનનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મુખ્યમંત્રીએ ચહલને પ્રથમ વર્લ્ડકપ વિજેતાનો મેડલ અર્પણ કર્યો હતો. ત્યારબાદ શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. આ દરમિયાન ચહલના માતા-પિતા પણ હાજર હતા.


વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ ખેલાડીઓનું કર્યું સન્માન

તમને જણાવી દઈએ કે સીએમએ વર્લ્ડકપ વિજેતા ટીમ ઈન્ડિયામાં હાજર વિવિધ રાજ્યોના ખેલાડીઓનું સન્માન કર્યું હતું. સૌથી પહેલા મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ મુંબઈથી આવનાર ટીમના કેપ્ટન રોહિત, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે અને યશસ્વી જયસ્વાલને વિધાનસભામાં આમંત્રણ આપીને સન્માનિત કર્યા હતા. આ સિવાય કાનપુરના કુલદીપ યાદવનું યુપીના સીએમ યોગી આદિત્યનાથ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે હૈદરાબાદથી આવતા ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજનું રેવંત રેડ્ડીએ સન્માન કર્યું હતું. સિરાજને પ્લોટ અને સરકારી નોકરી આપવાની વાત પણ થઈ હતી.

ચહલે વર્લ્ડકપમાં એક પણ મેચ રમી નથી

ઉલ્લેખનીય છે કે ભારતની 15 સભ્યોની ટીમમાં સામેલ યુઝવેન્દ્ર ચહલને T20 વર્લ્ડકપમાં એક પણ મેચ રમવાની તક મળી નથી. ચહલ આખી ટૂર્નામેન્ટ દરમિયાન સીટ ગરમ કરતો જોવા મળ્યો હતો. IPL 2024માં તેના શાનદાર પ્રદર્શનના આધારે ચહલે T20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવ્યું હતું. 2024 IPLમાં, ચહલે 15 મેચમાં બોલિંગ કરી અને 30.33ની એવરેજથી 18 વિકેટ લીધી, જે તેની સર્વશ્રેષ્ઠ હતી.

  • Follow us on: