- ટીમ ઈન્ડિયાનો પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણનો આજે જન્મદિવસ
- સચિન તેંડુલકરે જન્મદિવસ પર ખાસ રીતે શુભેચ્છા પાઠવી હતી
- સોશિયલ મીડિયા પર લોકો સચિનની આ સ્ટાઇલને પસંદ કરી રહ્યા છે
ટીમ ઈન્ડિયાનો પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાણ આજે પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. રમતગમત જગતની હસ્તીઓએ ઈરફાન પઠાણને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ઈરફાન પઠાણને તેમના જન્મદિવસ પર ખાસ રીતે શુભેચ્છા પાઠવી હતી.સચિન તેંડુલકરે ઈરફાન પઠાણને જન્મદિવસની શુભેચ્છા આપવા માટે શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'નું એક ગીત પસંદ કર્યું હતું. સોશિયલ મીડિયા પર લોકો સચિનની આ સ્ટાઇલને પસંદ કરી રહ્યા છે.
ખાસ રીતે કર્યો બર્થ ડેની આપી શુભેચ્છા
ઈરફાન પઠાણને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવતા સચિન તેંડુલકરે લખ્યું, હેપ્પી બર્થ ડે, ઈરફાન, મજા કરો અને ડાન્સ કરતા રહો કારણ કે 'જુમે જો પઠાણ... મહેફિલ હી લૂંટ જાય' સચિન તેંડુલકરની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. લોકો આ ટ્વીટને ખૂબ પસંદ કરી રહ્યા છે.
સચિન તેંડુલકર ઘણીવાર તેના સાથી ખેલાડીઓને તેમના જન્મદિવસ પર આ શૈલીમાં શુભેચ્છા પાઠવતા રહે છે. ઈરફાન પઠાણ આઈસીસી વર્લ્ડ કપ કોમેન્ટેટરની ભૂમિકા ભજવી રહ્યા છે. હાલમાં જ તે અફઘાનિસ્તાનની જીત બાદ રાશિદ ખાન સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
ઈરફાન પઠાણની કારકિર્દી શાનદાર રહી છે
ઈરફાન પઠાણે ભારત માટે 29 ટેસ્ટ, 120 ODI અને 24 T-20 મેચ રમી છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 100 વિકેટ લીધી છે જ્યારે વનડેમાં તેની 173 વિકેટ છે. તેણે 24 T-20 મેચમાં 28 વિકેટ લીધી છે. બોલિંગ સિવાય ઈરફાન પઠાણે બેટિંગમાં પણ પોતાની તાકાત બતાવી છે. ટેસ્ટમાં તેના 1105 રન અને વનડેમાં 1544 રન છે.