શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં મોટી બબાલ, તમામ ખેલાડીઓએ બોર્ડને સંન્યાસની ધમકી આપી દીધી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં મોટી બબાલ, તમામ ખેલાડીઓએ બોર્ડને સંન્યાસની ધમકી આપી દીધી

શ્રીલંકા ક્રિકેટ બોર્ડમાં મોટી બબાલ, તમામ ખેલાડીઓએ બોર્ડને સંન્યાસની ધમકી આપી દીધી

 | 5:57 pm IST
  • Share

ભારત અને શ્રીલંકા વચ્ચે જુલાઇમાં સીમિત ઓવરોની એક સિરીઝ રમાવાની છે. પરંતુ આ સિરીઝ પહેલા જ શ્રીલંકાની ટીમના ખેલાડી અને ત્યાંના બોર્ડ વચ્ચે એક તણાવભરી સ્થિતિ આવી ગઇ છે. વાત એટલી હદે વધી ગઇ છે કે, શ્રીલંકાની ટીમના ખેલાડીઓએ સંન્યાસ લેવા સુધીની ધમકી આપી દીધી છે.

ખરેખર શ્રીલંકાના ક્રિકેટ બોર્ડે એક નવો અંક આધારિત ગ્રેડિંગ સિસ્ટમ બનાવ્યો છે. આ સિસ્ટમ અનુસાર શ્રીલંકાના ક્રિકેટરોની વાર્ષિક કમાણીનું આંકલન કરવામાં આવશે. આ વાત ખેલાડીઓને પસંદ આવી નથી. મીડિયા રિપોર્ટ અનુસાર, શ્રીલંકા ક્રિકેટ કોન્ટ્રાક્ટ નિગોશિએન્સમાં ખેલાડીઓના પ્રતિનિધિ નિશાનના હવાલાથી કહ્યું કે, દરેક ખેલાડીનું વ્યક્તિરૂપે માનવું છે કે, તેમને અંક આપવાની પ્રક્રિયાના ભાગીદાર બનાવવા જોઇએ.

ત્યાં જ આ મામલે શ્રીલંકા ક્રિકેટ મેનેજમેન્ટ કમિટીના સભ્ય એશ્લે ડીસિલ્વાએ કહ્યું,’ખેલાડીઓની માંગ અનુસાર કોન્ટ્રાક્ટમાં બદલાવ કરી દેવામાં આવ્યો છે. હવે અમે કોન્ટ્રાક્ટને આપ્યા બાદ વરિષ્ઠ ખેલાડીઓની સાથે શેર કરીશું. પરંતુ અત્યાર સુધી કોઇ ખેલાડીએ આવું કર્યું નથી કે તેઓ આ કોન્ટ્રાક્ટ પર સાઇન કરશે.’

શ્રીલંકાના ખેલાડીઓની આ માંગ છે.

શ્રીલંકાના ક્રિકેટ ખેલાડીઓની માંગ છે કે તેમને એ જાણકારી આપવામા આવે કે ગ્રેડના આધારે કેવી રીતે તેમને અંક આપવામાં આવશે. આ વાત તેઓએ એટલા માટે કહી કારણ કે આથી તેમની આવક પર સીધી અસર થશે. આ ખેલાડીઓ પોતાના બોર્ડને સંન્યાસ લેવાની ધમકી આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન