sridevi daughter khushi kapoor share latest photo on social media
  • Home
  • Featured
  • Photos: સુંદરતા અને ગ્લેમરમાં કોઈથી ઓછી નથી શ્રીદેવીની બીજી દીકરી

Photos: સુંદરતા અને ગ્લેમરમાં કોઈથી ઓછી નથી શ્રીદેવીની બીજી દીકરી

 | 11:13 am IST
  • Share

અભિનેત્રી જાહ્નવી કપૂર કપૂરની નાની બહેન ખુશી કપૂરની તસવીરો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થતી રહે છે, જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે તેની લોકપ્રિયતા કોઈ ફિલ્મ સ્ટારથી ઓછી નથી. હાલમાં જ ખુશી કપૂરે જ્હાન્વી કપૂર સાથેનો કોલાજ ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો, જેમાં બંને બહેનો મસ્તી કરતી જોવા મળી રહી છે. આ સાથે ખુશીએ સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર પણ પોસ્ટ કરી છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

બોની કપૂર અને દિવંગત અભિનેત્રી શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂરે હજુ સુધી ફિલ્મોમાં ઝંપલાવ્યું નથી, પરંતુ સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે. અવારનવાર તે ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. થોડા દિવસો પહેલા ખુશી કપૂર પણ તેની બહેન જાહ્નવી સાથે દુબઈ ગઈ હતી. ત્યાંથી તેણે સોશિયલ મીડિયા પર ઘણા ફોટા અને વીડિયો પોસ્ટ કર્યા.

ખુશી કપૂર તેની મોટી બહેન જાહ્નવી કપૂર સાથે ખાસ બોન્ડિંગ ધરાવે છે. ઘણીવાર બંને એકસાથે જોવા મળે છે. આ તસવીરમાં બંને બહેનોનું બોન્ડિંગ જોઈ શકાય છે. ખુશી કપૂરે પણ તેની બહેન સાથેની તસવીરોનો કોલાજ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો