staff claim riya used to get magic powder in sushant singh tea and coffee
  • Home
  • Entertainment
  • Bollywood
  • સુશાંતના સ્ટાફે કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો, કહ્યું-રિયા ચા અને કોફીમાં આવો પાઉડર…

સુશાંતના સ્ટાફે કર્યો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો, કહ્યું-રિયા ચા અને કોફીમાં આવો પાઉડર…

 | 11:05 pm IST

સુશાંત સિંહ રાજપૂતના કેસમાં જાદુ-ટોણાની વાતની સૌથી પહેલા ત્યારે સામે આવી જ્યારે સુશાંતના પિતા કે.કે.સિંહે ફિલ્મ અભિનેત્રી રિયા ચક્રવર્તી સામે એફઆઈઆર નોંધાવી. તેમાં આ વિશે વાત કરી હતી. કે. કે. સિંહે આરોપ લગાવ્યો હતો કે રિયાએ સુશાંતના મગજમાં મકાન વિશે આવી બધી વાતો ઠસાવી દીધી હતી. કે આ ઘર પર ભૂતનો પડછાયો છે. જેથી સુશાંતને ત્યાંથી એરપોર્ટ નજીકના મકાનમાં રહેવા મોકલી દીધો. રિયા પર આરોપ છે કે તે સુશાંતના મગજમાં જાણી જોઈને આવી વસ્તુઓ ભરાવી રહી હતી.

હવે સુશાંતના સ્ટાફે દાવો કર્યો છે કે સુશાંતસિંહ રાજપૂત સાથે મેલીવિદ્યા કરવામાં આવી હતી. તેણે ક્યારેય ઘરમાં કોઈ તાંત્રિકને આવતા જોયો નથી. પરંતુ તેમનો દાવો છે કે રિયા બહારથી બધી તાંત્રિક વાળી વસ્તુઓ મંગાવતી હતી. તે સુશાંતને જમવાનું, ચા અને કોફી આપતી હતી. નોકર રૂમમાં ઘણી વખત ચા આપવા જતો. આ પછી રિયા તેમાં મેજિક પાવડર આપીને સુશાંતને ચા આપતી હતી. અને જેનાં લીધે સુશાંતની માનસિક સ્થિતિ સતત બગડતી રહી. મેલીવિદ્યા દ્વારા ધીરે ધીરે તેણે સુશાંતના મનને કાબૂમાં રાખ્યું. સુશાંતે ત્યારબાદ રિયાના ઈશારે કામ કરવાનું શરૂ કરી દીધું અને રિયા કહે એમ જ કહેવા લાગ્યો અને કરવા લગ્યો. સુશાંતના વિચારવાની તાકાત જ જતી રહી હતી.

સ્ટાફનો એવો દાવો છે કે સાઈકેટ્રિક્સ પાસે પણ રિયા જ જતી હતી. કાઉન્સલિંગ કરીને દવાઓ લાવતી હતી. સુશાંત ઘરે જ રહેતો હતો. જ્યારે તેની માનસિક સ્થિતિ સારી ન હતી ત્યારે રિયા ડોક્ટર પાસે જતી હતી. તે સુશાંતને લઈને નહોતી જતી. તે ઘરે જ સૂતો હોય છે. રિયા દવાઓ લાવતી અને તે પોતે જ આપતી. સુશાંત ફક્ત ક્યારેક-ક્યારેક જતો હતો.

ઉલ્લેખનીય છે કે સુશાંતના પિતાએ રિયા પર આવા અનેક સનસનાટીભર્યા આરોપો લગાવ્યા હતા. જેમાં તેણે દાવો કર્યો હતો કે તેના દીકરાએ એમ પણ કહ્યું હતું કે રિયા અને તેના પરિવારજનો તેને ગાંડો સાબિત કરવા માટે નીકળી પડ્યા છે. હવે સ્ટાફનું નિવેદન પણ આ જ વાતને વેગ આપી રહ્યું છે.

આ વીડિયો પણ જુઓ: યુપીની CM યોગીની અયોધ્યા યાત્રા રદ્દ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન