Standing in front of you without a bulletproof jacket: Shah's challenge
  • Home
  • India
  • બૂલેટપ્રૂફ જેકેટ વિના તમારી સામે ઊભો છું : કાશ્મીરમાં આતંકને શાહનો પડકાર

બૂલેટપ્રૂફ જેકેટ વિના તમારી સામે ઊભો છું : કાશ્મીરમાં આતંકને શાહનો પડકાર

 | 7:40 am IST
  • Share

  • શાહે કાશ્મીરના યુવાનો તેમજ લોકોને મનમાંથી ભય કાઢી નાંખવા હાકલ કરી

  • કેન્દ્રના ગૃહપ્રધાન અને ભાજપ નેતા અમિત શાહે તેમના કાશ્મીર પ્રવાસના છેલ્લા દિવસે આતંકવાદને ખુલ્લો પડકાર ફેંક્યો 

  • શાહે  ખીર ભવાની મંદિરમાં માતાજીની પૂજાઅર્ચના કરી 

     

 સિવિલ સોસાયટીના લોકોને સંબોધન કરતી વખતે તેમણે મંચ પર આવતા જ બુલેટપ્રૂફ કાચ હટાવડાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે જુઓ હું બુલેટપ્રૂફ જેકેટ પહેર્યા વિના આપની સામે ઊભો છું. કાશ્મીરના લોકોએ તેમનાં દિલમાંથી હવે ભય કાઢી નાંખવો જોઈએ. કાશ્મીર હવે વિકાસના માર્ગે છે. હું આપ સૌની સાથે દિલ ખોલીને વાત કરવા આવ્યો છું. 70 વર્ષ પછી હવે યુવાનોને રાજ્યમાં સમાન અધિકારો મળશે. શાહે અગાઉ ખીર ભવાની મંદિરમાં માતાજીની પૂજાઅર્ચના કરી હતી.  

શાહે કહ્યું કે ફારુક અબ્દુલ્લાએ ભારત સરકારને પાકિસ્તાન સાથે વાત કરવા સલાહ આપી હતી પણ હું કાશ્મીરના યુવાનો સાથે વાતચીત કરવા આવ્યો છું. મેં કાશ્મીર ઘાટીના યુવાનો સામે દોસ્તીનો હાથ લંબાવ્યો છે. કાશ્મીરના લોકો મારા પોતાના છે. મારે તેમની વાત સાંભળવી છે.

શાહે કાશ્મીરના લોકોને વિશ્વાસ અપાવ્યો હતો કે હવે કોઈપણ તાકાત કે શક્તિ કાશ્મીરમાં શાંતિ અને વિકાસને રોકી શકશે નહીં. હવે લોકો મનમાંથી ડર કાઢી નાંખે. કોઈ શાંતિ અને વિકાસને અવરોધી શકશે નહીં. પીએમ મોદીનાં નેતૃત્વમાં જમ્મુ કાશ્મીરનો ઝડપથી વિકાસ થશે. કાશ્મીરના યુવાનો વિકાસનાં કાર્યોમાં જોડાય તેવી અપીલ શાહે કરી હતી. તેમણે પૂછયું કે જે લોકોએ તમારા હાથમાં પથ્થરો પકડાવ્યા હતા તેમણે તમારું શું ભલું કર્યું? આજે નવું કાશ્મીર તમારી સામે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો