Statement by Nationalist Congress Party chief Sharad Pawar
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પીએમ મોદી અને ઉદ્ધવની મુલાકાતથી હલચલ, પવારે બાળ ઠાકરેનું વચન યાદ આપાવ્યું

પીએમ મોદી અને ઉદ્ધવની મુલાકાતથી હલચલ, પવારે બાળ ઠાકરેનું વચન યાદ આપાવ્યું

 | 6:53 pm IST
  • Share

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવાર ઘણા સમય પછી લોકો સમક્ષ આવ્યા, તેઓ આવ્યાની સાથે જ તેમણે રાજ્ય વિશે ચાલી રહેલી અટકળો અંગે નિવેદન આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે વચ્ચેની બેઠકથી મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમીમાં વધારો થયો છે, પરંતુ શરદ પવારે મહારાષ્ટ્ર વિકાસ આઘાડી સરકાર માટે ખતરો હોવાનો દાવો કરનારી તમામ અટકળોને નકારી કાઢી છે.

શરદ પવારે કહ્યું કે અમારી સરકાર સંપૂર્ણ પાંચ વર્ષ ચાલશે, સાથે સાથે યાદ અપાવી કે કટોકટી સમયે, જ્યારે આખો દેશ ઈન્દિરા ગાંધી અને કોંગ્રેસની વિરુદ્ધ હતો. ત્યારે બાલ ઠાકરેએ ઈન્દિરા ગાંધી પ્રત્યેનું વચન પાળ્યું હતું અને તેમણે કોંગ્રેસ સામે કોઈ ચૂંટણી લડી ન હતી.

એનસીપીના વડાએ કહ્યું કે આ જ કારણ છે કે શિવસેના કદી પોતાના વચનથી ફરી જતી નથી, જેના કારણે કોઈ અનુમાન ન લગાવવામાં આવે. એટલું જ નહીં શરદ પવારે સંકેત આપ્યો હતો કે સરકારના પાંચ વર્ષ પૂરા થયા પછી પણ તેમનો પક્ષ શિવસેનાની સાથે રહી શકે છે.

નોંધનીય છે કે, 7 જૂને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અજિત પવાર અનેઅશોક ચૌહાણ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. પરંતુ વધુ ચર્ચા ઉદ્ધવ અને પીએમ મોદી વચ્ચેની 40 મિનિટની બેઠક અંગે હતી. આમ તો, મુખ્ય પ્રધાન અને વડાપ્રધાનની મુલાકાત એક સામાન્ય બાબત છે. સત્તાવાર પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્ધવ ઠાકરેએ પણ ખુલાસો કર્યો કે મરાઠા અનામત સહિતના 12 મુદ્દાઓ પર પીએમ મોદી સાથે વાતચીત થઈ છે.

પરંતુ ઉદ્ધવે વન ટુ વન બેઠક અંગેના કોઈ રહસ્યો જાહેર કર્યા નહીં અને એમ પણ કહ્યું કે પીએમ મોદી સાથેના તેમના સંબંધો હજુ પણ અકબંધ છે. મહારાષ્ટ્રમાં ગઠબંધનની સરકારની સ્થિતિને ધ્યાનમાં રાખીને, આ બેઠક પછી હંગામો થયો હતો.

માનવામાં આવે છે કે આ બેઠક દ્વારા ઉદ્ધવ એનસીપીને સંદેશો મોકલવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે મહારાષ્ટ્રમાં તેઓ ભાજપના નિશાને હોવા છતાં, દિલ્હીમાં પ્રધાનમંત્રીથી તેમનુ અંતર વધારે નથી. રાજ્યમાં ભાજપ ઉપર આકરા પ્રહારો કરનારા ઉદ્ધવ સામાન્ય રીતે વડા પ્રધાન ઉપર નરમ દેખાય છે.

ખાસ કરીને શરદ પવાર અને અમિત શાહની અમદાવાદમાં બે મહિના પહેલા મળેલી કથિત બેઠક બાદ હવે પ્રધાનમંત્રી સાથે ખાનગીમાં થયેલી ચર્ચામાં હવે ઉદ્ધવ ચેક એન્ડ બેલેન્સની રમત રમી રહ્યા છે તે દૃષ્ટિકોણ સાથે જોવા મળ્યો હતો. શરદ પવારે ભાજપના નેતાઓ સાથે વાતચીત કર્યાના અહેવાલો છે ત્યારે ઉદ્ધવ પણ એ બતાવવામાં નિષ્ફળ જતા નથી કે તેમની પણ ભાજપ સાથે કોઈ દુશ્મની નથી.

પરંતુ શરદ પવાર દ્વારા અપાયેલા નિવેદનના અર્થને જાણવું પણ મહત્વપૂર્ણ છે. તેમણે વ્યક્ત કર્યું છે કે તેઓ ઉદ્ધવ અને પીએમ મોદીની બેઠક પર ધ્યાન આપી રહ્યા છે, તેમ જ બાલાસાહેબનું ઉદાહરણ આપી રહ્યા છે અને મુશ્કેલ સમયના વચનને ભૂલશો નહીં તેવી સલાહ આપી છે. એટલું જ નહીં શરદ પવારે શિવસેના સાથેના લાંબા સંબંધોનો હાથ પણ લંબાવ્યો છે. વિશેષ વાત એ છે કે તેમણે આમાં કોંગ્રેસનો ઉલ્લેખ કર્યો નથી, તેથી બે પ્રાદેશિક પક્ષોને એક સાથે કરીને રાષ્ટ્રીય પક્ષોને બાયપાસ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન