Statement given by Chief Minister Rupani on the issue of standard 12 board examination
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ધોરણ. 12ની બોર્ડની પરીક્ષાઓને લઈ સૌથી મોટા સમાચાર, CM રૂપાણીએ આપ્યું મહત્વપૂર્ણ નિવેદન

ધોરણ. 12ની બોર્ડની પરીક્ષાઓને લઈ સૌથી મોટા સમાચાર, CM રૂપાણીએ આપ્યું મહત્વપૂર્ણ નિવેદન

 | 2:34 pm IST
  • Share

ગુજરાત સરકારે કોરોનાના અસામાન્ય સંજોગોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં ધોરણ-10ની SSC બોર્ડની પરીક્ષાઓ રદ કરી હતી. ધોરણ-10ના નિયમિત વિદ્યાર્થીઓને પરીક્ષા વગર જ ઉપલા વર્ગ માટે માસ પ્રમોશન આપવાનું જાહેર કર્યુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને ગુરૂવારે કોરગ્રુપની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.

HSC બોર્ડને આધિન ધોરણ- 12ની પરીક્ષાઓ યોજવી કે નહીં, કે પછી ધો.10ની જેમ માસ પ્રમોશન આપવું આ સંદર્ભે આજે એક બેઠક મળી હતી. જેમાં સર્વાનુંમતે ધો.12ની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં આપવાનો નિર્ણય કર્યો છે અને કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા પછી પરીક્ષા લેવાશે.

ધોરણ. 12ની બોર્ડની પરીક્ષા મુદ્દે મુખ્યમંત્રી રૂપાણીએ આજે એક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ધો. 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં અપાય, કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણમાં આવ્યા પછી પરીક્ષા લેવાશે. માસ પ્રમોશન આપવાથી કોલેજ પ્રવેશમાં મુશ્કેલી સર્જાઈ શકે છે. જેના કારણે શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષણમંત્રી સાથેની બેઠક બાદ આ નિર્ણય લીધો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ધોરણ-10માં નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાના નિર્ણય બાદ ધોરણ-12 સંદર્ભે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડસામાએ હાલના તબક્કે HSC સિવાય બીજો કોઈ નિર્ણય કર્યો નથી. તેમ કહીને HSC માટે અગાઉ નક્કી કર્યા મુજબ પરીક્ષા યોજવાનો નિર્ણય યથાવત હોવાનું ઉમેર્યુ હતુ.

ગુજરાતમાં ધોરણ- 10માં 8.53 લાખ જેટલા નિયમિત વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. આ તમામને માસ પ્રમોશન મળતા લાંબા સમયથી પરીક્ષા સંદર્ભે પ્રવર્તતી અનિશ્ચિતતાનો અંત આવ્યો હતો. આ વિદ્યાર્થીઓને ગતવર્ષે ધોરણ-9માં પણ માસ પ્રમોશન મળ્યુ હતુ. કોર ગ્રુપના નિર્ણય સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ કે, આ વિદ્યાર્થીઓના આ વર્ગના રસીકરણની કામગીરી પણ હાલ હાથ ધરવામાં આવી નથી.

રાજ્યમાં પહેલાથી જ ધોરણ-1થી 9 અને ધોરણ-11માં માસ પ્રમોશન આપવામાં આવ્યુ હતું. હવે તેમાં ધોરણ-10નો પણ સમાવેશ કરાયો હતો. CM હાઉસમા મળેલી કોરગ્રુપની બેઠકમાં ઉર્જા મંત્રી સૌરભ પટેલ, ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકિમ સહિત આરોગ્ય, શિક્ષણ વિભાગના સેક્રેટરીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો