Statue of unity remain closed from 28 Oct to 1 November 2021
  • Home
  • Featured
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું પ્લાનિંગ કરતાં પહેલાં ખાસ વાંચજો, 5 દિવસ બંધ

સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું પ્લાનિંગ કરતાં પહેલાં ખાસ વાંચજો, 5 દિવસ બંધ

 | 2:15 pm IST
  • Share

  • 28 ઓક્ટો.થી 1 નવેમ્બર સુધી કેવડિયા પ્રવાસીઓ માટે બંધ

  • PM મોદીના આગમનને લઇ પ્રવાસન સ્થળ બંધ

  • SOU તંત્રએ વેબસાઇટ પર સત્તાવાર જાહેરાત

31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયામાં હાજર રહેવાના હોવાથી પાંચ દિવસ પ્રવાસન સ્થળ બંધ રહેશે. 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી કેવડિયામાં પ્રવાસન સ્થળ બંધ રાખવાની સ્ટેચ્યુ ઓફ યુનિટીના તંત્રએ વેબસાઇટ પર નોટિસ મૂકીને સત્તાવાર જાહેરાત કરી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રોટોકોલ મુજબ ઓનલાઇન ટિકિટ બંધ કરી દેવામાં આવી છે.

30 ઓક્ટોબરના રોજ મોદી કેવડિયા પહોંચશે અને તે દિવસે સાંજે નર્મદા આરતી કરી ઘાટનું લોકાર્પણ કરશે. અહીં તેઓ કેવડિયામાં રાત્રિ રોકાણ કરશે અને 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા પરેડ ને સલામી અપાશે.

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી નિમિત્તે 31 ઓક્ટોબરે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ થીમ પર રાષ્ટ્રીય એકતા દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી થવાની છે. આ સમગ્ર કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો