Statue Of Unity Visit Charge and all Details know visit
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કોરોનાથી કંટાળી ફરવાનું કરી રહ્યા છો પ્લાનિંગ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જઇ આવો ખર્ચ થશે આટલો

કોરોનાથી કંટાળી ફરવાનું કરી રહ્યા છો પ્લાનિંગ, સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જઇ આવો ખર્ચ થશે આટલો

 | 1:45 pm IST
  • Share

કોરોનાની બીજી લહેર બાદ હવે ધીરે ધીરે બહાર ફરવા જવાની છુટ મળી રહી છે ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ફરવાનું એકવાર જરૂરથી પ્લાનિંગ કરી લો. સ્ટેચ્યુ ઓફ યુનિટી કોઈ અજાયબીથી કમ નથી. 182 મીટરની પ્રતિમાના 135 મીટરની ઊંચાઈ પર બનેલી વ્યૂઈંગ ગેલેરી પર બેસીને નીચેનો નઝારો કદાચ ભારતના એકપણ સ્થળે જોવા નહી મળે.

વિશ્વની સર્વોચ્ચ સરદાર પટેલની પ્રતિમા કેવડિયા કોલોનીને હવે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન ધામ તરીકે વિકસાવવામાં આવી છે. જેના અંતર્ગત અલગ અલગ પ્રોજેક્ટ્સ અને આકર્ષણો શરૂ કરવામાં આવ્યા છે. કુલ 21 પ્રોજેક્ટ તૈયાર થઇ ગયા છે. સી પ્લેન, ક્રૂઝ, રિવર રાફ્ટિંગ, એકતા મોલ, બટર ફ્લાય ગાર્ડ, એકતા મોલ, જંગલ સફારી, કેક્ટર્સ ગાર્ડન, સહિતના અનેક જોવા લાયક સ્થળો છે.

જો તમે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જશો તો થશે આટલો ખર્ચ
સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે ત્રણ પ્રકારની ફી લેવાશે (વ્યક્તિ દીઠ)
બસ ટિકિટ 30 રૂપિયા (જીએસટી સાથે )
એન્ટ્રી ટીકિટ 120 રૂપિયા (12 વર્ષ સુધીની વ્યક્તિની 60 રૂપિયા )
વ્યૂઇંગ ગેલેરી 350 રૂપિયા બાળકોના 230 રૂપિયા
જંગલ સફારી 200 રૂપિયા બાળકોના 125 રૂપિયા
એકતા ક્રુઝ 200 રૂપિયા
રિવર રાફ્ટિંગ 1000 રૂપિયા બાળકોના 1000 રૂપિયા
બટર ફ્લાય ગાર્ડન 60 રૂપિયા બાળકોના 40 રૂપિયા
કેક્ટર્સ ગાર્ડન 60 રૂપિયા બાળકોના 40 રૂપિયા
એક્તા નર્સરી 30 રૂપિયા બાળકોના 20 રૂપિયા
વિશ્વ વન 30 રૂપિયા બાળકોના 20 રૂપિયા
ઇકો બસ 300 રૂપિયા બાળકોના 250 રૂપિયા
સરદાર સરોવર બોટિંગ રૂપિયા 290
આરોગ્ય વન 30 રૂપિયા બાળકોના 20 રૂપિયા
ગોલ્ફ કાર્ટ 50 રૂપિયા બાળકોના 50 રૂપિયા
ચિલ્ડ્રન પાર્ક 200રૂપિયા બાળકોના 125 રૂપિયા
કુલ ખર્ચ મોટાઓના 2980 રૂપિયા બાળકોના 2500 રૂપિયા

સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીનો ચાર્જ
વ્યક્તિઃ દીઠ રૂ. 2089
બાળક( 4થી 12 વર્ષ સુધી); રૂ.1172
વયસ્ક: રૂ. 1539

વિશેષ માહિતી માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અધિકારીક વેબસાઇટ https://statueofunity.in/ ની મુલાકાત પણ લઇ શકો છો. આ માટે તમે ઓનલાઇન બુકીંગ કરાવી ટીકીટ મેળવી શકો છો.

નર્મદાથી સૌથી નજીકનું એરપોર્ટ વડોદરા એરપોર્ટ છે. જે વડોદરાથી 90 કિલોમીટરની આસપાસ છે. વડોદરા એરપોર્ટ પરથી અન્ય રાજ્ય સાથે કનેક્ટેડ અનેક ફ્લાઈટ્સ છે. જો તમે ટ્રેનથી જવા માંગતા હોવ તો નર્મદા જિલ્લા પાસે બ્રોડગેજ રેલવે કનેક્ટિવિટી છે, જેનું નજીકનું રેલ્વે સ્ટેશન અંકલેશ્વર છે. અંકલેશ્વર લોંગ રુટ તથા મોટા સ્ટેશન સાથે કનેક્ટેડ ટ્રેન અંકલેશ્વર રેલવે સ્ટેશન સુધી ઉભી રહે છે.

તે જિલ્લાનું કેન્દ્ર રાજપીપળાથી 65 કિ.મી.ના અંતરે છે.રોડ ટ્રીપના શોખીનો માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જવાનો રસ્તો બહુ જ એડવેન્ચરસ બની રહેશે. વડોદરાથી નર્મદા જવાના માર્ગે એન્ટ્રી કરશો તો આજુબાજુ એવન્યુ જેવા રસ્તાઓ જોવા મળશે.

રાજ્યનું સેન્ટર નર્મદા જિલ્લાનો હાઈવે નંબર 11 દ્વારા સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર પહોંચી શકાય છે. જો તમે અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવી રહ્યા હોવ તો મુંબઈથી નેશનલ હાઈવે નંબર 48થી સ્ટેટ હાઈવે 64 લેવો. જ્યાંથી આગળ વધી શકાય છે. ગુજરાતમાં બનેલી સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ દુનિયામાં સૌથી ઊંચી પ્રતિમા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન