Std 10 Mark sheet Will Be Given on 24 July From Schools
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ધો.10ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, 24 જુલાઈએ મળશે ઓરિજિનલ માર્કશીટ

ધો.10ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, 24 જુલાઈએ મળશે ઓરિજિનલ માર્કશીટ

 | 6:00 pm IST
  • Share

ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તાજેતરની જાણકારી મુજબ ધોરણ 10ના વિદ્યાર્થીઓને 24 જુલાઈએ ઓરિજિનલ માર્કશીટ આપવામાં આવશે. અને વિદ્યાર્થીઓને શાળાઓમાંથી સવારે 9 વાગ્યા બાદ માર્કશીટ મળશે.

કોરોના કાળમાં આખરે લાંબી રાહ જોયા બાદ ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB)એ 10માં ધોરણનું પરિણામ 29 જૂને જાહેર થયું હતું. રાત્રે બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જોકે આ પરિણામ માત્ર શાળાઓ જ જોઇ શકતી હતી. શાળાના ઇન્ડેક્શ નંબર પરથી પરિણામ ડાઉનલોડ થઇ શક્શે અને વિદ્યાર્થીઓને પરિણામ પહોંચાડવાની જવાબદારી શાળાઓને આપવામાં આવી છે.

ધોરણ-10નું પરિણામ જાહેર થયું

ધોરણ-10માં 8,57,204 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમા 17,186 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે. ત્યાં જ 57,362 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યો છે. 1,00,973 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ મળ્યો છે.

8,57,204 વિદ્યાર્થીઓ પાસ થયા

17,186 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો
57,362 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યો
100,973 વિદ્યાર્થીઓને B1 ગ્રેડ મળ્યો
1,50,432 વિદ્યાર્થીઓને B2 ગ્રેડ મળ્યો
1,85,266 વિદ્યાર્થીઓને C1 ગ્રેડ મળ્યો
1,72,253 વિદ્યાર્થીઓને C1 ગ્રેડ મળ્યો
1,73,732 વિદ્યાર્થીઓને D ગ્રેડ મળ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન