Std 12 Gujarat Board Exam Will Be Starts From The 1 July
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ધો. 12ની પરીક્ષા, જાણો શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે શું જાહેરાત કરી?

ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ધો. 12ની પરીક્ષા, જાણો શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે શું જાહેરાત કરી?

 | 4:12 pm IST
  • Share

ધોરણ 12ની પરીક્ષાને લઈને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય મીટિંગમાં નક્કી થયું છે કે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12ની પરીક્ષાઓ હાલની પધ્ધતિ પ્રમાણે લેવામાં આવશે. વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ 1-7-21 ગુરુવારથી ચાલુ થશે. સમગ્ર રાજ્યમાં 1 લાખ 40 હજાર વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં, 5.43 લાખ વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહમાં એમ કુલ 6.83 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લેશે.

વિજ્ઞાનપ્રવાહ ભાગ 1 50 ગુણની બહુવિકલ્પ MCQ પદ્ધતિ અને ભાગ 2 ગુણાત્મક 50 ગુણની 3 કલાકની પરીક્ષા રહેશે. આ જ રીતે સામાન્ય પ્રવાહની 100 ગુણની વર્ણનાત્મક પરીક્ષા લેખિત અભ્યાસક્રમની 3 કલાકની રહેશે. સંપુર્ણ SOPનું પાલન કરવામાં આવશે તે પ્રમાણે કડક સૂચના આપી છે. સરકાર વિદ્યાર્થીનું સ્વાસ્થ્ય, ભાવિ અને કેરિયર ત્રણેયનું ધ્યાન રાખે એવી સૂચના સીએમ રૂપાણીએ આપી છે.

SOP પ્રમાણે પરીક્ષાખંડમાં 20 વિદ્યાર્થીઓ બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. હાલની વ્યવસ્થામાં પરીક્ષા કેન્દ્રો અને પરીક્ષા ખંડોમાં જરૂરી વધારો કરવામાં આવશે. વિદ્યાર્થીને પોતાના નિવાસસ્થાનની નજીકમાં નજીક તાલુકા મથકે પરીક્ષા કેન્દ્ર મળી રહે તેવી સૂચના સીએમ રૂપાણીએ આપી છે. કોરોનામાં કોઈપણ કારણોસર વિદ્યાર્થી ગેરહાજર રહેશે તો 25 દિવસ બાદ સમયપત્રક અને નવા પ્રશ્નપત્ર આધારે પરીક્ષાની તક આપવામાં આવશે.

ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે. આ ઉપરાંત ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ પરીક્ષા ફી પરત આપવાના પ્રશ્નને લઈને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, આ મામલે વાલીઓ અને સંચાલકો સાથે બેઠક કરવામાં આવશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન