The stock market opened higher today amid the Corona epidemic
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • કોરોનાની સાથે સાથે વિધાનસભા ચૂંટણીની પણ શેર માર્કેટ પર અસર, આજે તેજી સાથે ખુલ્યુ બજાર

કોરોનાની સાથે સાથે વિધાનસભા ચૂંટણીની પણ શેર માર્કેટ પર અસર, આજે તેજી સાથે ખુલ્યુ બજાર

 | 10:18 am IST
  • Share

આજે સપ્તાહના બીજા દિવસે શેરબજાર (Stock Market)માં તેજી જોવા મળી છે. આજે એટલે કે મંગળવારે શેરબજાર (Stock Market) વધારા સાથે ખુલ્યુ હતું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ (Sensex) 267.74  પોઈન્ટ એટલે કે 0.55 ટકાના વધારા સાથે 48,986.26ના સ્તરે ખુલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી (Nifty) 84.30ના વધારા સાથે 14,718.50ના સ્તરે ખુલ્યો હતો. આજે 1313 શેરમાં તેજી જોવા મળી છે. તો 195 શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે 39 શેરોના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. છેલ્લા સપ્તાહે સેન્સેક્સ 903.91 પોઈન્ટ એટલે કે 1.88 ટકા વધ્યો હતો.

દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે ઈન્ડસઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, ઓએનજીસી, બજાજ ફિનસર્વ, એસબીઆઈ, મારૂતિ, એચડીએફસી, ડોક્ટર રેડ્ડી, એનટીપીસી અને આઈટીસીના શેર તેજી સાથે ખુલ્યા હતા. જ્યારે સન ફાર્મા, રિલાયંસ, એચડીએફસી બેંક, ઈઁફોસિસ, પાવર ગ્રિડ, ટાઈટન અને હિંદુસ્તાન યૂનિલીવરના શેર ઘટાડા સાથે ખુલ્યા હતા.

સોમવારે શેરમાર્કેટ ઘટાડા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 604.58 પોઈન્ટ એટલે કે 1.24 ટકાના ઘટાડા સાથે 48,177.78ના સ્તરે ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 171.90 પોઈન્ટ એટલે કે 1.17 પોઈન્ટના ઘટાડા સાથે 14,459.20ના સ્તરે ખુલ્યો હતો. સોમવારે શેર બજાર સપાટ સ્તરે બંધ થયુ હતું. સેન્સેક્સ 63.84 પોઈન્ટ એટલે કે 0.13 પોઈન્ટના ઘટાડા  સાથે 48,718.52ના સ્તરે બંધ થયો હતો. જ્યાર નિફ્ટી 3.05 પોઈન્ટ એટલે કે 0.02 ટકાના સામાન્ય વધારા સાથે 14,836.15ના સ્તરે બંધ થયો હતો.

આ સપ્તાહ દરમિયાન દેશના શેરબજાર પર કોરોના મહામારીની ખુબ જ અસર જોવા મળી રહી છે. નિષ્ણાંતોની માનવું છે કે કોરોનાની સાથે સાથે વિધાનસભા ચૂંટણીના પરિણામની પણ શેર માર્કેટ પર અસર જોવા મળશે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન