Stock market positives in January after three calendars
  • Home
  • Business
  • ત્રણ કેલેન્ડર્સ બાદ જાન્યુઆરીમાં શેરબજારનો પોઝિટિવ દેખાવ

ત્રણ કેલેન્ડર્સ બાદ જાન્યુઆરીમાં શેરબજારનો પોઝિટિવ દેખાવ

 | 11:56 pm IST
  • Share

  • ચાલુ મહિનામાં નિફ્ટીએ 5.2 ટકાનું રિટર્ન દર્શાવ્યું

  • મહિનામાં કુલ 9માંથી 8 ટ્રેડિંગ સત્રોમાં બજાર સુધારા સાથે બંધ

  • નવા કેલેન્ડરની શરૂઆત ધમાકેદાર તેજી જોવા મળી

ભારતીય શેરબજારમાં નવા કેલેન્ડરની શરૂઆત ધમાકેદાર તેજી જોવા મળી છે. રિટેલ રોકાણકારોમાં અવઢવ વચ્ચે બજાર તેના ત્રણેક સપ્તાહ અગાઉના તળિયેથી 10 ટકા જેટલું સુધરી ચૂક્યું છે. જ્યારે જાન્યુઆરી મહિનાની વાત કરીએ તો નિફ્ટીમાં 5.2 ટકાનો સુધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ કેલેન્ડર્સમાં સતત નેગેટિવ રિટર્ન બાદ ચાલુ કેલેન્ડરમાં તે પોઝિટિવ રિટર્ન દર્શાવી રહ્યો છે. છેલ્લા 10 કેલેન્ડર્સના રિટર્નની સાથે સરખામણી કરીએ તો પણ તે ત્રીજો સૌથી સારો દેખાવ સૂચવે છે. ગુરુવારે ભારતીય બજારે સતત ચોથા ટ્રેડિંગ સત્રમાં પોઝિટિવ બંધ દર્શાવ્યું હતું. જે સાથે ચાલુ મહિનામાં નવમાંથી આંઠ દરમિયાન તેણે સુધારા સાથે બંધ જાળવ્યું હતું. ડિસેમ્બર 2021માં 17,354ના સ્તરે બંધ થયેલો નિફ્ટી નવ ટ્રેડિંગ સત્રોમાં 904 પોઇન્ટ્સનો સુધારો દર્શાવી રહ્યો છે.

Market closes marginally after day-long fluctuations, Nifty below 11,500
માર્કેટના પોઝિટિવ દેખાવ પાછળ વિદેશી રોકાણકારોનું ભારતીય બજારમાં પોઝિટિવ બનવું એક મહત્ત્વનું કારણ છે. છેલ્લા નવ સત્રોમાં તેમણે ભારતીય ઇક્વિટીઝમાં રૂ. 4,000 કરોડ આસપાસનું ચોખ્ખું રોકાણ દર્શાવ્યું છે. ગયા કેલેન્ડરમાં તેઓ સ્થાનિક બજારમાં સતત વેચવાલ જોવા મળ્યાં હતાં. જોકે તે વખતે સ્થાનિક સંસ્થાઓ અને રિટેલ તરફ્થી બજારને સપોર્ટ સાંપડયો હતો. હવે રિટેલ પાર્ટિસિપેશન ઓછું થયું છે ત્યારે વિદેશી સંસ્થાઓ ફ્રી નેટ ઈનફ્લો દર્શાવી રહી છે. સામાન્યરીતે જાન્યુઆરી મહિનામાં માર્કેટમાં એફ્આઈઆઈનો આઉટફ્લો જોવા મળતો હોય છે. જોકે ચાલુ વર્ષે આ ટ્રેન્ડ બદલાયો છે એમ બજાર વર્તુળો માને છે. જોકે તેમણે હજુ મોટી ખરીદી નથી જ નોંધાવી પરંતુ ગયા વર્ષે સતત વેચવાલ રહ્યાં હોવાના કારણે હવે તેઓ આગામી સમયગાળામાં પોઝિટિવ જોવા મળી શકે છે.

એક અન્ય નોંધપાત્ર બાબત એ પણ છે કે યુએસ ફેડ દ્વારા 2022માં ત્રણ વાર રેટ વૃદ્ધિની વાત કરવા છતાં વિદેશી સંસ્થાઓ ચોખ્ખી ખરીદી દર્શાવી રહી છે. જે સૂચવે છે કે ભારતીય બજાર તેમના માટે આકર્ષક છે. હાલમાં આવી રહેલા નાણાં લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ તરફ્થી આવી રહ્યાં છે એમ પણ વર્તુળો માને છે. જાન્યુઆરી મહિનાના ઐતિહાસિક દેખાવ પર નજર નાખીએ તો છેલ્લા 31 વર્ષોમાં તે સરેરાશ 0.58 ટકાનું પોઝિટિવ રિટર્ન સૂચવે છે. જોકે છેલ્લા 15 વર્ષોમાં તે સરેરાશ નેગેટિવ રિટર્ન સૂચવે છે. કેલેન્ડર 2008માં તેણે 13 ટકા અને 2011માં 11 ટકાનું નેગેટિવ રિટર્ન દર્શાવ્યું હતું. જે સિવાય 2014, 2016 અને 2021માં પણ તેણે નોંધપાત્ર ઘટાડો નોંધાવ્યો હતો. 2019-2021 દરમિયાન તેણે નેગેટિવ રિટર્ન દર્શાવ્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો