Store Your Aadhaar Driving License RC On Paytm App
  • Home
  • Featured
  • ડ્રાઇવિંગ લાઇસન્સ ઘરે ભૂલી ગયા! Paytmનું આ ફીચર આવશે કામ

ડ્રાઇવિંગ લાઇસન્સ ઘરે ભૂલી ગયા! Paytmનું આ ફીચર આવશે કામ

 | 2:57 pm IST
  • Share

  • Paytmમાં મળશે DigiLockerની ફંકશનાલિટી

  • થઈ શકશે સરકારી ડોક્યુમેન્ટ્સ સ્ટોર

ડિજિટલ પેમેન્ટ એપ Paytmમાં DigiLockerની ફંકશનાલિટી ઉમેરવામાં આવી છે. આ ઈન્ટીગ્રેશન પછી, યુઝર્સ તેમના સરકારી ડોક્યુમેન્ટ્સ Paytmની DigiLocker Mini એપથી ઍક્સેસ કરી શકે છે.

આ પ્લેટફોર્મ પર, યુઝર્સ આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, વીમો, RC, Covid-19 વેક્સિન સર્ટીફિકેટ જેવા જરૂરી ડોક્યુમેન્ટ્સ ઉમેરી અને સ્ટોર કરી શકે છે. DigiLocker ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરીને ટેલિકોમ ઓપરેટર સાથે સેલ્ફ KYC પણ કરી શકાય છે.

Paytm એપ પર એક્સેસ કરી શકશો DigiLocker પર સ્ટોર કરેલા ડોક્યુમેન્ટ્સ 

જણાવી દઈએ કે ડિજીલોકર ક્લાઉડ આધારિત પ્લેટફોર્મ છે અને તેનું નિયંત્રણ ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય કરે છે. આના પર, યુઝર્સ તેમના મહત્વપૂર્ણ સરકારી ડોક્યુમેન્ટ્સ ડિજિટલ ફોર્મેટમાં સ્ટોર કરીને રાખી શકે છે.

ઈન્ટીગ્રેશન વિશે, Paytm એ કહ્યું કે તે કોઈપણ ડોક્યુમેન્ટ્સ પોતાના બેકએન્ડથી સ્ટોર કરતુ નથી. યૂઝર્સનો ડેટા ડિવાઇસ પર લોકલી સેવ રહેશે જેથી ડિવાઇસ ઇન્ટરનેટ સાથે કનેક્ટ ન હોય તો પણ ડોક્યુમેન્ટ્સ સરળતાથી ઍક્સેસ કરી શકાય.

જો તમે તમારા ડોક્યુમેન્ટ્સ DigiLocker પર સ્ટોર કર્યા હોય તો પછી તમે તેને Paytm એપથી પણ ઍક્સેસ કરી શકો છો. આ માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

સૌથી પહેલા તમારે Paytm એપ ઓપન કરીને લેફ્ટ કોર્નર પર દેખાતી તમારી પ્રોફાઇલ પર ક્લિક કરવું પડશે. અહીં તમને DigiLockerનો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરવાથી તમે DigiLocker Mini એપ પર પહોંચી જશો. અહીં તમને ઘણી કેટેગરી મળશે. તમે Your Documents પર જઈને તમારા ડોક્યુમેન્ટ્સ ઍક્સેસ કરી શકો છો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો