વાતો અમેરિકાની કરવી છે અને કચરો ઈન્ડિયાને આપવો છે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Sanskar
  • વાતો અમેરિકાની કરવી છે અને કચરો ઈન્ડિયાને આપવો છે

વાતો અમેરિકાની કરવી છે અને કચરો ઈન્ડિયાને આપવો છે

 | 4:24 am IST
  • Share

આઝાદીને સાત દાયકા પુરા થયા પછી પ્રશ્ન પૂછવાનું મન થઈ આવે છે કે શું આપણે આ આઝાદી ભોગવવાને લાયક બન્યા છીએ ખરાં?

જવાબ બહુ સિમ્પલ છે અને એ નકારમાં છે. ના, આપણે આઝાદી ઉજવવાને લાયક થયા છીએ પણ મનથી તો હજુ પણ આપણે ગુલામ જ છીએ. સિવિક સેન્સની વાત કરીએ કે પછી દેશના એક નાગરિકને સીધી રીતે સ્પર્શતાં હોય એવા કોઈ પ્રશ્નની વાત કરીએ. નાગરિકત્વનાં હક ભોગવવા માટે સૌથી પહેલાં આપણે દોટ મૂકીને પહોંચી જવા રાજી છીએ. આધાર કાર્ડ સમયસર ન આવે તો ગાળો ભાંડવાનો હક પણ આપણને સૌ કોઈને આઝાદીએ આપી દીધો છે, પણ એ ગાળો ભાંડતી વખતે વેર્ફ્સનું પેકેટ રસ્તા પર ફ્ેંકતી વખતે આપણને એક આઝાદ દેશના જવાબદાર નાગરિકની ફ્રજનું ભાન નથી થતું. સરકાર કેમ ચલાવવી અને શાસન કેવી રીતે સુખરૂપ ચલાવવું એની ચર્ચા કરવાનો અધિકાર આપણે ભોગવીએ છીએ, પણ એ ભોગવતી વખતે રસ્તા પર પાનની પિચકારી મારીને વગર દિવાળીએ રંગોળી કરી નાખવાની ભૂલ પણ કરતાં રહીએ છીએ. કોઈ એંઠવાડ રસ્તા પર ફ્ેંકે તો આપણને ચીતરી ચડી જાય છે, પણ જ્યારે ખબર પડે કે એ શુભકાર્ય વાઈફ્ે કર્યુ છે ત્યારે એને આપણે આબાધીત અધિકારના રૂપે જોઈ લઈએ છીએ. હેટસ ઓફ. અમેરિકાની સફઈના દ્રષ્ટાંત આપવા છે, ગ્રીકનું પુરાત્તવખાતું ઐતિહાસિક ધરોહરની જાળવણી કેવી અદ્ભૂત રીતે કરે છે એના કિસ્સાઓ ફ્ેસબૂક પર લખવા છે અને એ લખતી વખતે ધોળાવીરાનાં પથ્થરો પર પી..પી કરીને ચિત્રકારગીરી પણ કરી લેવી હોય છે. આ આપણો જન્મસિધ્ધ અધિકાર છે એવું આપણે માનીએ છીએ, માનીએ છીએ નહીં એ આપણે ભોગવવીએ પણ છીએ. ટેરેસ પર ગાર્ડનની ફ્ીલ આપણને જોઈએ છે, આપણે ગાર્ડનિંગનો આનંદ લેવા માંગીએ છીએ પણ ગાર્ડનની દીવાલ પર રાખેલા કૂંડામાંથી સુકાયેલા પાંદડા નીચે રહેનારાને નડતર થાય છે એની સાથે કોઈ નિસબત હોતી નથી. સ્વકેન્દ્રીયપણાંની આ નિશાની છે તો સાથોસાથ સ્વચ્છતા માટેની સેન્સનો અભાવ પણ છે. આ અભાવે તો સૌ કોઈને કપડાં સાથે નગ્ન કરવાનું શરૂ કરી દીધું છે. ગંદકી સાથે જાણે કે આપણો લગાવ હોય અને કચરો કરવાનો જાણે કે આપણને હક હોય એ પ્રકારે વર્તીએ છીએ. જો માનવામાં ન આવતું હોય તો એક વખત ગિરનાર પરિક્રમા પુરી થયા પછીના ફેટોગ્રાફ્સ ઈન્ટરનેટ પર જોઈ લેજો, એક વખત શેત્રુંજયની પરિક્રમા પછીની હાલત પણ બરાબર જોઈ લેજો. અરે, એ જોવાનો જો તમારી પાસે સમય ન હોય તો ચિંતા નહીં કરો. જન્માષ્ટમીની રજાઓઓ પછી એ બધાં જ પિકનિક સ્પોટ પર એક લટાર મારી આવજો. બધું આંખ સામે આવી જશે.

બહુ ગંદી માનસિકતા છે અને આ માનસિકતા હવે બદલવાનો સમય આવી ગયો છે. જૂનાં રિવાજો સામે અવાજ ઉઠાવવામાં કોઈ ખચકાટ થતો નથી, મા-બાપનાં જૂનાં વિચારોનો વિરોધ કરવામાં પણ કોઈ સંકોચ હોતો નથી, પણ સિવિક સેન્સ ડેવલપ કરવાની વાત આવે ત્યારે તરત જ બીજા સૌને આગળ ધરી દેવામાં આવે છે.

એવું પણ નથી કે સિવિક સેન્સ માત્ર સામાન્ય લોકોમાં જ નથી. રાજકારણીઓ પણ એક જ છે. ફેટોગ્રાફ્ પેપરમાં આવવાનો હોય એટલે સ્વચ્છતા અભિયાનમાં ઝાડુ લઈને પહોંચી જનારા રાજકારણીઓનો ઢગલો છે, પણ આવી ઈવેન્ટ પછી કેવી ગંદકીએ જગ્યાએ થઈ હોય છે. એ જોશો તો ખબર પડશે કે કોણ સાફ્ કરી ગયું અને કોણ કચરો કરી ગયું. રસ્તાઓ સાફ્ કરનારાને કે ઘરે આવીને કચરો લઈ જનારાને આપણે કચરાવાળો કહીએ છીએ પણ હકીકત તો એ છે કે કચરાવાળો એ નહીં, આપણે છીએ. એ તો બિચારો સફઈનું કામ કરે છે, પણ સફઈના આ કામમાં વધારો કરવાનું કામ આપણે કરીએ છીએ અને પછી પણ એને કચરાવાળો કહેવામાં ગર્વ અનુભવીએ છીએ. આ ગર્વ અનુભવવાને બદલે ગૌરવપ્રદ સફઈ પર ધ્યાન આપીએ તો એટલિસ્ટ એટલું બનશે કે હોલીવૂડવાળા આ દેશમાં આવીને કચરો શોધી-શોધીને મરી જાય અને તોયે તેમને કંઈ ન મળે. આઝાદીની આ વર્ષગાંઠે એટલિસ્ટ આટલું કરીએ. બીજું કંઈ નહીં કરીએ તો ચાલશે. કોઈ રાષ્ટ્રવાદ મરી નથી જવાનો અને એ જરૂરી પણ નથી. જરૂરી છે સિવિલાઈઝ થવાનો અને જો એક વખત સાચા નાગરિક બનતાં શીખી જશો તો એક સમય એવો પણ આવી જશે જ્યારે આ દેશમાં કચરો ફ્ેંકનારાને હિંમતભેર રોકીને તમે એને ટોકી શકશો,  અને તમારો રાષ્ટ્રવાદ આ જ પ્રકારે પ્રગટ પણ કરી શકશો.

સિતેર વર્ષ. સિતેર વર્ષે માણસ બુઢ્ઢો થઈ ગયો કહેવાય અને સૌથી લાંબુ આયુષ્ય ધરાવતો કાચબો પણ પ્રૌઢની વ્યાખ્યામાં બંધબેસતો થઈ ગયો કહેવાય. આ સિતેર વર્ષથી આપણે આઝાદીને ભોગવી રહ્યાં છીએ અને એ પછી પણ આઝાદીની જવાબદારી આપણે હાથમાં લેવા તૈયાર થયા નથી અને કદાચ આ જ કારણે પૂછવાનું મન થઈ આવે ખરા કે, શું આપણે આઝાદી ભોગવવાને લાયક બન્યા છીએ કે નહીં?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન