Struggle Story: Became an officer by selling eggs, waking up all night for preparation
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • છાતી ચીરી નાખે તેવો સંઘર્ષઃ ઈંડા વેચીને બન્યો ઓફિસર, આખી-આખી રાત જાગીને કરી તૈયારી

છાતી ચીરી નાખે તેવો સંઘર્ષઃ ઈંડા વેચીને બન્યો ઓફિસર, આખી-આખી રાત જાગીને કરી તૈયારી

 | 9:48 pm IST
  • Share

રસ્તા કિનારે લોખંડ અને લાકડીથી બનેલાં નાની દુકાનમાં ઈંડા વેચીને બિરેન્દ્રને જોઈને ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે એક દિવસ તે રાજ્યનો ઓફિસર બની જશે. પણ બિહારના ઔરંગાબાદ માટે બિરેન્દ્ર એક મિશાલ બની ગયો. BPSC પરીક્ષા પાસ કરીને બિરેન્દ્ર હવે ઓફિસર બની ગયો છે. જાણો તેની સંઘર્ષની કહાની.

ઔરંગાબાદના કર્મા રોડ સ્થિત એક નાનકડી દુકાનમાં બેસીને ઈંડા વેચનાર બિરેન્દ્રએ એ કરી દેખાડ્યું છે કે જે વિદ્યાર્થીઓ તમામ કોચિંગ કર્યાં પછી પણ કરી શકતા નથી. આ રીતે બિરેન્દ્ર આજના યુગમાં પૈસા ન હોવાને કારણે અભ્યાસ છોડીને જતાં રહેતાં છાત્રો માટે એક પ્રેરણા બની ગયો છે.

બિરેન્દ્ર ઔરંગાબાદ જિલ્લાના બારુણના એક નાનકડા ગામ હાથીખાપમાં રહે છે. તેમના પિતા ભિખારી રામ મોચીકામ કરીને 3 બાળકોની પાલન પોષણ કરતા હતા. વર્ષ 2012માં પિતાના મૃત્યુ બાદ ત્રણેય ભાઈઓ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. પોતાની માતાની સાથે બધાએ ગામ છોડીને શહેર આવ્યા હતા.

ઘરની જવાબદારી મોટા ભાઈ જિતેન્દ્ર પર આવી પડી. શહેરમાં આવીને તમામે કર્મા રોડ પર દલિત વસ્તીમાં ભાડાની દુકાન રાખી અને જીવનની ગાડી ખેંચવા લાગ્યા. પણ બિરેન્દ્રએ અભ્યાસનું ઝુનુન છોડ્યું નહીં. ઘરની આર્થિક હાલત ખરાબ હોવા છતાં ઘરને આર્થિક મદદ કરવા માટે તેણે ઈંડાની દુકાન ખોલી અને ઈંડા વેચવાનું શરૂ કર્યું. આ વ્યવસાયની સાથે બિરેન્દ્રએ પુસ્તકોનો સાથ ક્યારેય ન છોડ્યો. જ્યારે દુકાનમાં ગ્રાહકો ન હોય ત્યારે તે અભ્યાસ કરતો હતો. તે દિવસે કારોબાર અને રાત્રે વાંચન કરતો હતો.

ઘરની આર્થિક સ્થિતિમાં થોડો સુધારો આવતાં મોટા ભાઈએ એક નાની બેગની દુકાન ખોલી. જેમાં ચામડાની બેગ, જેકેટ જેવી વસ્તુઓ વેચાતી હતી. આમ સ્થિતિ સુધર્યા બાદ મોટા ભાઈએ બિરેન્દ્રની દુકાન બંધ કરાવી તેનું સમગ્ર ધ્યાન અભ્યાસમાં લગાવવા કહ્યું હતું. બંને ભાઈઓ બાબા ભીમરાવ આંબેડકરની જીવનના મૂલ્યોને પોતાના હૃદયમાં ઉતાર્યા હતા. અને વિષમ સ્થિતિમાં પણ સામનો કરવાનું નક્કી કર્યું.

વિરેન્દ્રએ દુકાન બંધ કરીને દિલ્હીથી અભ્યાસ પૂરો કરીને સરકારની નોકરીની તૈયારી કરતાં રાજીવ કુમારના માર્ગદર્શનમાં તૈયારીઓ શરૂ કરી. અને જે બાદ બિરેન્દ્રએ BPSCની પરીક્ષામાં 201મું સ્થાન પ્રાપ્ત કર્યું. અને હવે બિરેન્દ્રના બે રૂમવાળા ઘરમાં શુભકામના પાઠવવા લોકોની ભીડ જામી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન