Student visa holders whose classes begin from August 1 can Enter US
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અમેરિકા ભણવા જનારાઓને મોટી રાહત, 1 ઓગષ્ટથી ભારતીય વિદ્યાર્થીઓને મળશે Entry

અમેરિકા ભણવા જનારાઓને મોટી રાહત, 1 ઓગષ્ટથી ભારતીય વિદ્યાર્થીઓને મળશે Entry

 | 10:26 pm IST
  • Share

અમેરિકન યુનિ.માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે. ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અમેરિકા જઇ શકશે. દિલ્હી સ્થિત અમેરિકન હાઇ કમિશનરે મંગળવારે જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓની કોલેજ પહેલી ઓગસ્ટે અથવા તે પછી ચાલુ થઇ રહી છે તે અમેરિકામાં પ્રવેશ મેળવી શકે છે.

આના સંદર્ભમાં વિઝાધારક વિદ્યાર્થીએ પોતાની સંબંધિત શિક્ષણ સંસ્થાનો સંપર્ક કરીને વિકલ્પોની જાણકારી મેળવવાની રહેશે. યુએસ એમ્બેસીએ જણાવ્યું હતું કે અમેરિકન પ્રેસિડેન્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ અનુસાર સ્ટૂડેન્ડ વિઝા ધરાવતાં લોકો અમેરિકા જઇ શકે છે. કોરોના રોગચાળાને કારણે લાગુ કરવામાં આવેલા પ્રતિબંધો તેમના પર લાગુ કરવામાં નહી આવે. જો સંબંધિત વિદ્યાર્થીનો વર્ગ એક ઓગસ્ટ 2021થી અથવા તે પછી શરૂ થવાનો હોય તો તેઓ અમેરિકા પરત ફરી શકે છે.

જો કે અમેરિકન એમ્બેસીએ સ્પષ્ટતા કરી હતી કે કમનસિબે જે વિદ્યાર્થીઓના ક્લાસિસ પહેલી ઓગસ્ટ 2021 પહેલાં શરૂ થતા હશે તેવા એફ વિઝાહોલ્ડર્સ માટે અપવાદરૂપ મંજૂરી આપવા અમે સક્ષમ નથી. જો તમારા વર્ગની તારીખ પહેલી ઓગસ્ટ પહેલાં હોય તો વિકલ્પો ચકાસવા માટે તમારા સંબંધિત શિક્ષણ સંસ્થાનો સંપર્ક સાધવા વિનંતી કરવામાં આવે છે.

વિદ્યાર્થીઓએ પ્રવાસ માટે મંજૂરી લેવાની જરૂર નથી : મંત્રાલય

વિદેશ મંત્રાલયે પણ 26 એપ્રિલે જાહેર કરેલાં આદેશમાં જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓ પાસે એફ-1 અને એમ-1 વિઝા છે પરંતુ જેમના ક્લાસિસ પહેલી ઓગસ્ટ અથવા તે પછી શરૂ થવાના છે તેમણે પ્રવાસ માટે મંજૂરી લેવાની જરૂર રહેતી નથી. ક્લાસ શરૂ થાય તેના પહેલાના એક મહિનાની અંદર તેઓ અમેરિકામાં પ્રવેશ કરી શકે છે. વિદ્યાર્થી નજીકની અમેરિકન એમ્બેસીમા જઇને પોતાના વિઝાની સ્થિતિ જોઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન