'Suicide Prevention Model Project' to prevent suicide in Sabamrati river
  • Home
  • Ahmedabad
  • સાબમરતી નદીમાં આત્મહત્યા કરનારને રોકવા ‘સ્યૂસાઇડ પ્રિવેન્શન મોડલ પ્રોજેક્ટ’

સાબમરતી નદીમાં આત્મહત્યા કરનારને રોકવા ‘સ્યૂસાઇડ પ્રિવેન્શન મોડલ પ્રોજેક્ટ’

 | 8:00 am IST
  • Share

  • આપઘાતના કિસ્સા વધતાં ધો. 12ના બે વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ તૈયાર કર્યો
  • રૃ. 2.10 લાખના ખર્ચે એક સીસીટીવી, 6 સેન્સર લગાવી કન્ટ્રોલ રૃમ સાથે જોડવામાં આવશે
  • સાબમરતીમાં ઝંપલાવી 116 લોકોએ જીવનનો અંત આણ્યો

અમદાવાદમાં આપઘાતના કિસ્સા વધી રહ્યા છે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં ફાયર બ્રિગેડને આત્મહત્યા કરવાના 149 કોલ મળ્યા હતા અને તે પૈકી 139 લોકો મોતને ભેટયા હતા. જ્યારે 33 લોકોને બચાવી શકાયા હતા. આમ, સાબરમતી નદીમાં ઝંપલાવીને જિંદગીનો અંત લાવવાના વધતા કિસ્સાને ધ્યાનમાં લેતાં અટકાવવા ‘સ્યુસાઇડ પ્રીવેન્શન મોડલ પ્રોજેકટ’ મહત્વનો છે. સાબરમતી નદી પરના બ્રિજ પરથી લોકો નદીમાં કૂદી આપઘાત કરવાના બનાવોને રોકવા માટે ધો.12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આ પ્રોજેકટ’ બનાવ્યો છે. અને સેન્સર બેઝડ આ પ્રોજેક્ટમાં એક બ્રિજ પર  6 સેન્સર લગાવવાના હોય છે અને તે માટે રૃ. 2.10 લાખનો ખર્ચ થાય છે. આ પ્રોજેક્ટમાં નદીના પર આવેલા બ્રિજ પર  કેમેરા અને બ્રિજની નીચે સેન્સર લગાવવામાં આવે અને કોઈ વ્યક્તિ નદીમાં કૂદવાનો પ્રયત્ન કરે એટલે તરત જ સેન્સર એક્ટિવ થઈ જાય અને કંટ્રોલ રૃમમાં  દેખાય કે કોઈ નદીમાં પડયું છે અને જેનાથી નદીમાં પેટ્રોલીંગ કરતી ફયર રેસ્ક્યુ બોટ તત્કાળ પહોંચીને આપઘાત કરનારને બચાવી શકે છે. આ બંન્ને વિદ્યાર્થીઓએ આ પ્રોજેકટનું મોડલ શહેરના મેયર કિરીટ પરમારને માહિતી અને જાણકારી આપી હતી. આ પ્રોજેકટ પર વિચારણા કરવા મેયરે ખાતરી આપી છે.   અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધો. 12 સાયન્સમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થી કુશ અગ્રવાલ અને ત્રિશા સૈનીએ આ પ્રોજેકટ તૈયાર કર્યો છે.

ચાલુ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં ફાયર બ્રિગેડને 149 કોલ મળ્યા હતા અને તે પૈકી 92 પુરૃષ અને 21  મહિલા તથા ૩ બાળકો સહિત 116 લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે 16 પુરૃષ અને 17 મહિલા સહિત 33 વ્યક્તિને બચાવી શકાઈ હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો