Sunil Narine will not be included in the Caribbean squad for the T20 World Cup.
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2021માં બન્યો વિરાટ કોહલીનો દુશ્મન, ટી-20 વર્લ્ડકપ માટે ટીમમાં ન મળ્યું સ્થાન

IPL 2021માં બન્યો વિરાટ કોહલીનો દુશ્મન, ટી-20 વર્લ્ડકપ માટે ટીમમાં ન મળ્યું સ્થાન

 | 6:06 pm IST
  • Share

  • વેસ્ટઇન્ડીઝની ટીમમાં મેચ વિનર ખેલાડીને સ્થાન નહીં
  • RCB વિરૂદ્ધ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડી આઉટ
  • સુનીલ નારાયણ ટી-20 વર્લ્ડકપ ટીમથી બહાર

ટી-20 વર્લ્ડકપને શરૂ થવામાં હવે માત્ર 4 દિવસનો સમય બાકી છે. આ મેગા ટૂર્નામેન્ટ માટે તમામ દેશોએ પોતાની ટીમની ઘોષણા કરી દીધી છે. પરંતુ હજુ પણ કોઇ ટીમ પોતાના ખેલાડીઓમાં બદલાવ કરી શકે છે. જોકે આ દરમિયાન ગત વખતની ચેમ્પિયન વેસ્ટઇન્ડીઝે એક મોટા મેચ વિનરને પોતાની ટીમની બહાર રાખવાનો નિર્ણય કર્યો છે.

ટી-20 વર્લ્ડકપથી બહાર થયો વિરાટનો દુશ્મન

વેસ્ટઇન્ડીઝના કેપ્ટન કાઇરોન પોલાર્ડે કહ્યું કે, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021)માં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) તરફથી શાનદાર પ્રદર્શન કરવા છતા સ્પિનર સુનીલ નારાયણને ટી-20 વિશ્વકપ માટે કેરેબિયાઇ ટીમમાં લેવામાં આવશે નહીં. 33 વર્ષના નારાયણે સોમવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરૂદ્ધ ચાર વિકેટ લેવાની સાથે જ બેટિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. યૂએઇ લીગમાં તેણે આંઠ મેચોમાં 11 વિકેટો લીધી હતી. પરંતુ તેણે ઓગસ્ટ 2009થી આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. જેના કારણે હાલની ચેમ્પિયન વેસ્ટઇન્ડીઝે તેને વિશ્વકપ માટે ટીમમાં સ્થાન નથી આપ્યું. ટીમમાં બદલાવ કરવાની આઇસીસીની સમયસીમા શુક્રવારે સમાપ્ત થઇ રહી છે.

RCBને દેખાડ્યો હતો બહારનો રસ્તો

જણાવી દઇએ કે, સુનીલ નારાયણે કેકેઆર માટે રમતા આરસીબી વિરૂદ્ધ એલિમિનેટર મેચમાં સૌથી વધારે 4 વિકેટ હાંસલ કરી હતી. જેમા વિરાટ કોહલી, એબી ડીવિલિયર્સ, ગ્લેન મેક્સવેલ અને કેશ ભરત જેવા બેટ્સમેન હતા. માત્ર આટલું જ નહીં તેના પછી સતત ત્રણ સિક્સર ફટકારીને મેચને આરસીબીના હાથમાં ખેંચી લીધી હતી. તે વિરાટ કોહલી માટે મોટો દુશ્મન એટલા માટે બન્યો કારણ કે આરસીબી માટે કેપ્ટનશીપ કરતા વિરાટ કોહલીની આ છેલ્લી આઇપીએલ હતી અને તે સુનીલ નારાયણના કારણે તેને હારી ગયા હતા.

વેસ્ટઇન્ડીઝ ટીમમાં કોઇ ફેરફાર નહીં થાય

પોલાર્ડે આ અંગે કહ્યું કે,‘ જો હું ટીમમાં તેને સામેલ કરવાને લઇ કોઇ કારણ પર વાત કરીશ તો તેને તોડીમરોડીને રજૂ કરવામાં આવી શકે છે. માટે સારૂ રહેશે કે આપણે તે 15 ખેલાડીઓ પર ધ્યાન આપીએ જે આપણી પાસે છે. તે અમારા માટે વધું મહત્ત્વપૂર્ણ છે.’

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો