Sunrisers Hyderabad won the toss and elected to bowl first
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2021: રોયલ ચેલેન્જર્સ બેંગલોરે સનરાઇર્સ હૈદરાબાદને 6 રને હરાવ્યું

IPL 2021: રોયલ ચેલેન્જર્સ બેંગલોરે સનરાઇર્સ હૈદરાબાદને 6 રને હરાવ્યું

 | 7:15 pm IST
  • Share

રોયલ ચેલેન્જર્સ બેંગલોરે સનરાઇર્સ હૈદરાબાદને 6 રને હરાવ્યું છે. 150 રનના પીછો કરવા ઉતરેલી હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી છે. ઓપનર રિદ્ધીમાન સાહા માત્ર એક રન કરી આઉટ થયો હતો. હૈદરાબાદ તરફથી ડેવિડ વૉર્નર 54, મનીષ પાંડે 38, જોની બેરસ્ટો 12,અબ્દુલ સમાદ 0, વિજય શંકર 3, જેસન હોલ્ડર 4, રાશિદ ખાન 18, શાહબાઝ નદીમ 0, ભુવનેશ્વર કુમાર 2 અને ટી. નટરાજન 0 રને નોટ આઉટ રહ્યા હતા.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સન રાઈઝર્સને 150 રનનો ટાર્ગેટ આપ્યો છે. બેંગ્લોર તરફથી સૌથી વધુ રન મેક્સેવેલે કર્યા હતા. તેમણે 59 રનની ઈનિંગ રમી હતી. આ ઉપરાંત વિરાટ કોહલીએ 33, દેવદત્ત પદિકકલએ 11, શાહબાઝ અહેમદ 14, એબી ડી વિલિયર્સ 1, વોશિંગ્ટન સુંદર 8, ડેનિયલ ક્રિશ્ચિઅન 1 અને કાયલ જેમિસન 12 રનનું યોગદાન આપ્યું હતું. બેંગલોર તરફથી શાહબાદ અહમદે 7 રન આપી ને 3 વિકેટ લીધી હતી.

હૈદરાબાદ તરફથી જેસન હોલ્ડરે 4 ઓવરમાં 30 રન આપી 3 વિકેટ લીધી હતી. આ ઉપરાંત રાશિદ ખાને 2 અને ભુવનેશ્વર કુમાર,શાહબાઝ નદીમ અને ટી. નટરાજને 1-1 વિકેટ લીધી હતી.


આઈપીએલમાં આરસીબી અને હૈદરાબાદ વચ્ચે હંમેશાં મોટી ટક્કર થાય છે. સનરાઇઝર્સ હૈદરાબાદે 10 મેચોમાં આરસીબીને હરાવી છે. તે જ સમયે વિરાટ એન્ડ કંપનીએ 7 મેચ જીતી છે. છેલ્લા પાંચ મેચની વાત કરીએ તો સનરાઇઝર્સ હૈદરાબાદે 3 અને આરસીબીએ 2 મેચ જીતી છે.

આરસીબીમાં દેવદત્તની એન્ટ્રી થઈ છે. તેને રજત પાટીદારની જગ્યાએ ટીમમાં લેવામાં આવ્યો છે. તો બીજી તરફ શાહબાઝ નદીમની જગ્યાએ જેસન હોલ્ડર અને સંદીપ શર્માની જગ્યાએ હૈદરાબાદની ટીમમાં મોહમ્મદ નબીને જગ્યા આપવામાં આવી છે. 

બેંગ્લોર પ્લેઇંગ ઇલેવન– વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, શાહબાઝ અહેમદ, ગ્લેન મેક્સવેલ, એબી ડી વિલિયર્સ, ડેન ક્રિશ્ચિયન, વોશિંગ્ટન સુંદર, કાયલ જેમિસન, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ અને યુઝવેન્દ્ર ચહલ.

હૈદરાબાદ પ્લેઈંગ ઈલેવન– ડેવિડ વોર્નર, ઋદ્ધિમાન સાહા, મનીષ પાંડે, જોની બેયરસ્ટો, વિજય શંકર, જેસન હોલ્ડર, અબ્દુલ સમદ, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, શાહબાઝ નદીમ, ટી નટરાજન.
આ વીડિયો પણ જૂઓ: કોરોનાકાળમાં ભાજપની બાઈક રેલી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન