લીંબુ દરેક રીતે ગુણકારી છે. તે ત્વચા માટે અને પેટ માટે તો ગુણકારી છે જ બાકી સ્વચ્છતા માટે પણ શ્રેષ્ઠ છે. લીંબુનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કરી શકાય છે તે વિશે વાત કરી લઈએ
સારા સ્વાસ્થ્ય માટે
સ્વારે સૌથી પહેલાં એક કપ ગરમ પાણીમાં લીંબુ નીચોવીને તેનું સેવન શ્રેષ્ઠ માનવામાં આવે છે. આમ કરવાથી શરીરનો કચરો દૂર થાય છે. શરીર સ્વચ્છ બને છે. લીંબુથી યુરિન સારી રીતે પાસ થાય છે. આપણે જાણીએ જ છીએ કે યુરિન સરખું પાસ થશે તો શરીરનો કચરો લીંબુ વડે આપોઆપ દૂર થઈ જશે. આ સિવાય લીંબુ તમારી ઇમ્યુન સિસ્ટમને પણ બુસ્ટ કરે છે, તે મેટાબોલિઝમ મજબૂત બનાવે છે જેનાથી વજન નિયંત્રણમાં રહે છે.
પાચનમાં સહાયક
લીંબુ પાણીથી શરીરની પાચનશક્તિ મજબૂત બને છે. તે શરીરમાં પિત્તનું ઉત્પાદન સારું બનાવે છે જેથી ખોરાક સરળતાથી પચી જાય.
મચ્છર ભગાડવામાં ઉપયોગી
મચ્છરનો પ્રકોપ વધારે હોય તો પણ લીંબુનો ઉપયોગ મદદરૂપ થઇ શકે છે. સાંભળવામાં અજીબ લાગશે પણ આ ઉપાય ખૂબ કારગત છે. જેને સુગંધની એલર્જી હોય, મચ્છર અગરબત્તીની એલર્જી હોય તેવા લોકો આ ઉપાય અજમાવી શકે છે. એ માટે અડધું લીંબુ કટ કરી તેમાં બધે જ લવિંગ લગાવી દો. જેટલા લવિંગ સમાય તે બધાં જ લગાવી દો. એ પછી જે જગ્યાએ મચ્છર હોય ત્યાં તે લીંબુ રાખી દો. તરત જ મચ્છર દૂર થઇ જશે.
હોમ ફ્રેશનર
લીંબુના રસમાં રોઝમેરી અને લેવેન્ડર એસેન્શિયલ ઓઇલનાં થોડાં ટીપાં મિક્સ કરીને સ્પ્રેની બોટલમાં ભરી દો. આ સ્પ્રે રૂમમાં છાંટવાથી ખરાબ સ્મેલ દૂર થશે અને સારી સુગંધ આવવા લાગશે.
સફરજનને તાજું રાખવા
સફરજન કાપેલું ફ્રીઝમાં સેવ કરવું હોય તો તેની ઉપર લીંબુનો રસ લગાવી દો. લીંબુનો રસ છાંટવાથી તે કાળુ નથી પડતું.
લીંબુને ફ્રેશ રાખવાનો ઉપાય
ઘણી વાર લીંબુનો ભાવ ઘટતાં એક સાથે આપણે ઘણાં લીંબુ ઘરે લઇ આવતાં હોઇએ છીએ. તેને લાંબા સમય સુધી સાચવવા તેનો રસ કાઢીને એક કાચની બોટલમાં ભરી ફ્રીઝમાં રાખી દેવો.










