પાર્ટિકલ ફિઝિક્સ, ન્યુક્લિયર ફિઝિક્સ, એસ્ટ્રોફિઝિક્સ, એટોમિક ફિઝિક્સ, મોલેક્યુલર ફિઝિક્સ, નેનો સાયન્સથી નેનો ટેક્નોલોજીની 275થી વધુ લેબોરેટરી જે યુનિવર્સિટીમાં કાર્યરત છે એવી વિશ્વવિખ્યાત પેરિસ સેકલે યુનિવર્સિટીમાં અભ્યાસ કરવો એ શૈક્ષણિક કારકિર્દીનો સુવર્ણ પાયો સાબિત થાય છે. અમેરિકાની અને વિશ્વની નંબર વન ગણાતી મેસેચુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીની સમકક્ષ બનાવવા માટે ફ્રાન્સ સરકાર મહેનત કરી રહી છે. આ યુનિવર્સિટી ખાતે પણ ચાર નોબલ વિજેતા અને 11 ફિલ્ડ મેડાલિસ્ટનાં નામ બોલે છે. ભારતના અભ્યાસુ અને ખાસ કરીને આ યુનિવર્સિટીમાં જઈને માસ્ટર ડિગ્રી કરવા ઉત્સુક હોય તો તેમને સ્કોલરશિપ પ્રદાન કરવામાં આવે છે. દુનિયાનાં સૌથી મોંઘાં ભણતરોમાં ફ્રાન્સનું નામ આવે છે. અભ્યાસક્રમ જેટલા ખર્ચાળ છે એટલી આ દેશની તકનીકી અને આધુનિકતા ઉમેદવારને ગ્લોબલ બનાવે છે અને એટલે ફ્રાન્સનું એજ્યુકેશન વિશ્વભરમાં વખણાય છે. ઈચ્છુક ઉમેદવાર નિયમોને આધીન અરજી કરી શકે છે.

મહત્ત્વની બાબતો

ઉમેદવાર પાસે ભારતીય નાગરિકત્વ હોવું જરૂરી છે.

ઉમેદવારે ભારત સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી અભ્યાસ કરેલો હોવો જોઈએ.

યુનિવર્સિટીના નિયમ મુજબ ઉમેદવારે બેચલર અથવા તેની સમકક્ષ ડિગ્રી મેળવેલી હોવી જરૂરી છે.

એકેડેમિક પ્રોજેક્ટના માધ્યમથી ડોક્ટરલ લેવલનું રિસર્ચ કરવા માટે ઉત્સુક અને હાઈલી ક્વોલિફાઇડ સ્ટુડન્ટ હોવા જરૂરી છે.

એગ્રો પેરિસ ટેક, સેન્ટ્રલ સુપેલેક, ઈકોલ નોર્મલ સુપીરિયર પેરિસ સેકલે, ઈન્સ્ટિટ્યૂટ ધ ઓપ્ટિક ગ્રેજ્યુએટ સ્કૂલ જેવી વિવિધ ઈન્સ્ટિટ્યૂટમાં નિયમોના આધીન ઉમેદવાર પ્રવેશ મેળવી શકે છે.

ઉમેદવારે સ્કોલરશિપ પ્રોગ્રામ માન્ય શૈક્ષણિક સંસ્થામાં એડમિશન પ્રોસેસ કરેલી હોવી જરૂરી છે.

ફ્રાન્સમાં પ્રથમ વખત અભ્યાસ કરવા માટે જતા હોવા જોઈએ.

ઉમેદવારની વય 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

સ્કોલરશિપ પ્રોગ્રામનો સમયગાળો એક વર્ષથી બે વર્ષનો રહેશે. સમયગાળો ઉમેદવારે પસંદ કરેલા અભ્યાસક્રમના લેવલ પરથી નક્કી કરવામાં આવે છે.

ઉમેદવારની પસંદગી એકેડેમિક લેવલ પર જ કરવામાં આવે છે.

પર્સનલ પ્રોજેક્ટને પસંદગીનાં ધારાધોરણોમાં વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે.

જે ઉમેદવાર લેબોરેટરી ઓફ પેરિસ સેકલે યુનિવર્સિટીમાં પીએચડી કરવા માટે ઉત્સુક હોય છે એમને પ્રાથમિકતા આપવામાં આવે છે.

ઉમેદવારની પસંદગી યુનિવર્સિટી દ્વારા નિર્ધારિત કરાયેલ ફેકલ્ટી એક્સપર્ટ કમિટી કરે છે.

ઉમેદવારે ફરજિયાતપણે ઈન્ટર્નશિપ કરવાની રહેશે.

સહાય

પસંદગી પામેલા ઉમેદવારને દર વર્ષે દસ હજાર યુરો આપવામાં આવે છે. ભારતીય રકમ મુજબ નવ લાખ રૂપિયાથી વધુ થાય છે.

ટ્રાવેલ માટે નવસો યુરો સુધીની સહાય કરવામાં આવે છે.

વિઝા ખર્ચ ઉમેદવારના કન્ટ્રી ઓફ ઓરિજન પર નિર્ધારિત કરે છે.

અરજી

ઉમેદવારે યુનિવર્સિટી સંલગ્ન અને માન્ય એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટમાં એડમિશન પ્રોસેસ વખતે જ સ્કોલરશિપ ફોર્મ ભરી દેવાનું રહેશે.

સ્કોલરશિપ ફોર્મ ભર્યા બાદ એડમિશન એપ્લિકેશન સબમિટ થયા બાદ ઉમેદવારના રજિસ્ટર્ડ ઈ-મેલ પર પસંદગી પામેલા ઉમેદવારને લિંક મોકલવામાં આવે છે.

આ અરજી ઓનલાઈન કરવાની રહેશે.

અરજી કરવાની છેલ્લી તારીખ

05 મે, 2025

સ્કોલરશિપની માહિતી માટે

https://tinyurl.com/w72623vc

પૂછપરછ માટે

[email protected]

સંપર્ક

3 rue Joliot Curie

Bâtiment Breguet

91190 Gif-sur-Yvette