ઈકોનોમિક્સ
એન્વાયર્નમેન્ટલ સાયન્સ સ્ટડીઝ
હાયર એજ્યુકેશન એડમિનિસ્ટ્રેશન
ઈન્ટરનેશલ લીગલ સ્ટડીઝ
જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન
પબ્લિક હેલ્થ
અર્બન એન્ડ રિજનલ પ્લાનિંગ
સસ્ટેનેબલ ડેવલપમેન્ટ
મહત્ત્વની બાબતો
ભારત દેશના વતની અને નાગરિકત્વ ધરાવતા હોવા જરૂરી છે.
ભારત સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતા હોવા જોઈએ અથવા કરેલો હોવો જોઈએ.
અમેરિકામાં માન્ય બેચલર ડિગ્રી અથવા તેની સમકક્ષ અભ્યાસ કરેલો હોવો જોઈએ.
બેચલર ડિગ્રીમાં ઓછામાં ઓછા 55 ટકા હોવા જરૂરી છે.
ઉમેદવારે અમેરિકાની યુનિવર્સિટીમાંથી બીજી ડિગ્રી મેળવેલી ન હોવી જોઈએ અથવા યુએસમાં ડિગ્રી પ્રોગ્રામમાં જોડાયેલા ન હોવા જોઈએ.
ઉમેદવારને જે તે વિષય સંબંધિત પ્રોફેશનલ વર્ક એક્સપિરિયન્સ ઓછામાં ઓછો ત્રણ વર્ષનો હોવો જરૂરી છે.
ઉમેદવાર જે તે વિષયની પસંદગી કર્યા બાદ પ્રવેશ માટે જે તે યુનિવર્સિટીના નિયમો મુજબની લાયકાત ધરાવતા હોવા જોઈએ.
આ ફેલોશિપનો હેતુ ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકામાં એજ્યુકેશનલ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. અભ્યાસ પૂર્ણ થયા બાદ ઉમેદવારે પોતાના દેશ પરત ફરવાનું રહેશે અને પોતાના દેશ અને કમ્યુનિટી માટે વર્ક કરવાનું કમિટમેન્ટ આપવાનું રહેશે.
એક્સપર્ટ રિવ્યૂ કમિટી દ્વારા ઉમેદવારની એપ્લિકેશનનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
અરજીમાં પસંદગી પામેલા ઉમેદવારોનું ઈન્ટરવ્યૂ લેવામાં આવે છે.
ટોફેલ, જીઆરઈ જેવા ટેસ્ટ પણ લેવામાં આવે છે.
સહાય
ઉમેદવારને એર રિટર્ન ઈકોનોમી ક્લાસ ટિકિટ આપવામાં આવે છે.
વિઝા સંબંધિત એટલે કે જે વન વિઝા માટે સપોર્ટ કરવામાં આવે છે.
ટ્યૂશન, ફીઝ અને લિવિંગ માટે ગ્રાન્ટ આપવામાં આવે છે.
યુએસ ગવર્નમેન્ટના નિયમ મુજબ એક્સિડન્ટ અને સિકનેસ કવરેજ આપવામાં આવે છે.
અરજી
અરજી ઓનલાઈન કરવાની રહેશે
અરજી માટેઃ https://tinyurl.com/2trnjrz9
એપ્લિકેશન મેનેજમેન્ટ પોર્ટલ પર ઉમેદવારે એકાઉન્ટ ક્રિએટ કરવાનું રહેશે.
અરજી કરતા પહેલાં વેબ પોર્ટલ પર સૂચનાઓ અને માહિતીનો અભ્યાસ કરી લેવો જરૂરી છે. અધૂરી અરજીને માન્ય રાખવામાં આવશે નહીં.
એપ્લિકેશન ઈન્સ્ટ્રક્શન માટેઃ https://tinyurl.com/3j8vdzb2
અરજી કરવાની છેલ્લી તારીખ
14 મે, 2025
ફેલોશિપ સંબંધિત પૂછપરછ માટે
[email protected]
ફેલોશિપની માહિતી માટે
https://tinyurl.com/yc2k6hnk
સંપર્ક
USIEF Regional Office
Maker Bhawan 1, IInd Floor
New Marine Lines
Mumbai 400 020
E-mail: [email protected]
Tel.: +91-22-2262-4603