દુનિયાના નકશામાં આપણને મોટા દેશોનાં નામ ઝડપથી યાદ રહી જતા હોય છે. અમેરિકા, બ્રિટન, યુરોપિયન કન્ટ્રીઝની પ્રસિદ્ધિની આપણને તરત ખબર પડી જાય છે, પરંતુ ઘણા એવા દેશો છે જે નાના છે, પણ તેમનું કામ બહુ મોટું હોય છે. એવો જ એક આઈલેન્ડ કન્ટ્રી છે, સાયપ્રસ. આ દેશની સરહદ સીરિયા, લેબેનોન, પેલેન્સ્ટાઈન જેવા દેશને સ્પર્શે છે, પણ સાયપ્રસનું નામ શિક્ષણ, સંશોધન માટે જગ જાણીતું છે. દસેક લાખની વસ્તી ધરાવતા દેશની રાજધાની નિકોસિયામાં ધ સાયપ્રસ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂરોલોજી એન્ડ જિનેટિક્સ જેવી જગવિખ્યાત શૈક્ષણિક સંસ્થા આવેલી છે. મોલેક્યૂલર મેડિસિન, મેડિકલ જિનેટિક્સ, ન્યૂરોસાયન્સ, બાયોટેક્નોલોજી અને બાયોમેડિકલ જેવા વિષયો પર સંશોધન કરતી આ સંસ્થામાં ભારતના વિદ્યાર્થીઓ માસ્ટર ડિગ્રી કરી શકે એ માટે સ્પેશિયલ સ્કોલરશિપ આપવામાં આવે છે. ટૂરિસ્ટ ડેસ્ટિનેશન માટે પોપ્યુલર આ કન્ટ્રી ઈનોવેશન માટે એટલો જ જાણીતો છે અને સૌથી વધુ કમાણી કરતા લોકોમાં આ દેશનું નામ મોખરે છે. આ દેશમાં અભ્યાસ કરવા ઉત્સુક ઉમેદવાર નિયમોને આધીન અરજી કરી શકે છે.
મહત્ત્વની બાબતો
ઉમેદવાર પાસે ભારતીય નાગરિકત્વ હોવું જોઈએ.સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી અભ્યાસ કરેલો હોવો જોઈએ.ઉમેદવાર મોલેક્યૂલર મેડિસિન, મેડિકલ જિનેટિક્સ, ન્યૂરોસાયન્સ, બાયોટેક્નોલોજી જેવા વિષયોમાં માસ્ટર ઓફ સાયન્સનો અભ્યાસ કરી શકે છે.
ઉમેદવાર જે વિષયમાં અભ્યાસ કરવા ઈચ્છુક હોય તેના નિયમો મુજબ બેચલર ડિગ્રી મેળવેલી હોવી જરૂરી છે.
ઉમેદવારની અંગ્રેજી ભાષા પર પકડ હોવી અનિવાર્ય છે.
ઉમેદવારે અંગ્રેજી ભાષામાં ડિગ્રી મેળવેલી ન હોય તો તેમની પાસે ઈંગ્લિશ લેંગ્વેજ સર્ટિફિકેશન હોવું જરૂરી છે.
ઈંગ્લિશ લેંગ્વેજ સર્ટિફિકેશન ન હોય તો ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણેનો એજ્યુકેશનલ પુરાવો આપવાનો રહેશે.
ઉમેદવારની પસંદગી એકેડેમિક ટ્રેક રેકોર્ડના આધાર પર કરવામાં આવતી હોય છે.
ઉમેદવારનો એજ્યુકેશન ગ્રાફ એક્સેલન્ટ હોવો જરૂરી છે અને જે તે વિષયમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી માર્ક્સ મેળવેલા હોવા જરૂરી છે.
સ્કોલરશિપ એકેડેમિક ટ્રેક રેકોર્ડ અને મેરિટના બેઝ પર પ્રાયોરિટી પ્રમાણે આપવામાં આવે છે.
પબ્લિકલી ફન્ડેડ ગ્રાન્ટ (સરકારના મૂલ્યાંકન માપદંડના આધારે) અને ધ સાયપ્રસ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂરોલોજી એન્ડ જિનેટિક્સ સ્કોલરશિપ (ઈન્સ્ટિટ્યૂટના નિયમોને આધારે) એમ બે પ્રકારે આપવામાં આવે છે.
સહાય
ઉમેદવારના એકેડેમિક ટ્રેક રેકોર્ડના આધારે ફુલ સ્કોલરશિપ અથવા તો પાર્ટિશિયલ સ્કોલરશિપ આપવામાં આવે છે.
સ્કોલરશિપની રકમ દર વર્ષે બજેટના આધારે સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવે છે.
સ્કોલરશિપનો સમયગાળો એક વર્ષથી ચાર વર્ષનો ડિગ્રી અનુસાર આપવામાં આવે છે.
સ્કોલરશિપની માહિતી માટે
https://tinyurl.com/rdvsu6rm
પૂછપરછ માટે
[email protected]
સંપર્ક
The Cyprus Institute of Neurology & Genetics - Postgraduate Education
6 Iroon Avenue
2371 Ayios Dhometios
Nicosia
Cyprus
Telephone: 22 392840
Tel.: +357 22 392 840