ડેવલપર્સ દ્વારા ફ્લોર (માળ)ને બીજું કંઈક નામ આપવામાં આવે છે, જેમ કે પુલ ફ્લોર. અથવા માળને 12, 14, 15 તરીકે સૂચિબદ્ધ કે 12A/12B તરીકે પુનઃ ક્રમાંકિત કરવામાં આવે છે, કારણ કે આ માળે જગ્યાઓ ભાડે રાખવા/ખરીદવા માટે લોકો અચકાતા હોય છે. ટૂંકમાં, રહેઠાણ યોગ્ય બનાવવામાં આવતો નથી. વાત થાય છે (13) તેરમા માળની, વાસ્તવમાં તો નંબર 13ની. 13 નંબરના ડરને ટ્રિસ્કાઈડેકા ફોબિયા કહેવામાં આવે છે.

વિવિધ ઐતિહાસિક અને પૌરાણિક સંગઠનોને કારણે કેટલીક સંસ્કૃતિઓમાં 13 નંબરને અશુભ માનવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મ 1890ના દાયકાથી સંખ્યાબંધ અંગ્રેજી ભાષાના સ્રોતો `અશુભ' તેરનો સંબંધ એક વિચાર સાથે દર્શાવે છે કે જુડાસ ઇસ્કારિયોટ, જેણે ઈસુને દગો આપ્યો હતો, તે લાસ્ટ સપર(વાળુ)માં 13મો મહેમાન હતો. નોર્સ પૌરાણિક કથા લોકી, તોફાનનો દેવ વલ્હાલ્લામાં એક મિજબાનીમાં 13મો મહેમાન હતો, જ્યાં તેણે દેવ બાલ્દુરને મારવા માટે અન્ય ઉપસ્થિત વ્યક્તિને ફસાવ્યો હતો. મય સંસ્કૃતિ, મય લોકો માનતા હતા કે 13મો `બક્તુન' (લગભગ 400 વર્ષનો સમયગાળો) વિશ્વના અંતને ચિહ્નિત કરશે. મધ્યયુગીન ગ્રંથો, આર્થરિયન દંતકથામાં કિંગ આર્થર એવલોનમાં રાઉન્ડ ટેબલના 12 મહાન નાઈટ્સ સાથે આરામ કરી રહ્યા છે, કુલ આંકડો 13નો થાય છે. હમ્મુરાબીનો કોડ, એક દંતકથા છે કે તેર અશુભ હોવાનો સૌથી પહેલો સંદર્ભ બેબીલોનિયન કોડ ઓફ હમ્મુરાબી (લગભગ 1780 બીસી) માં છે, જ્યાં તેરમો કાયદો અવગણવામાં આવ્યો હોવાનું કહેવાય છે. એલ ડબલ્યુ કિંગ (1910) દ્વારા અનુવાદ કરેલ, રિચાર્ડ હૂકર દ્વારા સંપાદિત એક કાયદો કહે છે: જો વેચનાર (તેના) ભાગ્યમાં ગયો હોય (એટલે કે મૃત્યુ પામ્યો હોય), તો ખરીદનાર આ કિસ્સામાં વેચનારની મિલકતમાંથી પાંચ ગણું નુકસાન વસૂલ કરશે. હકીકતમાં હમ્મુરાબીની મૂળ સંહિતામાં કોઈ સંખ્યા નથી.

ઘણીવાર શુક્રવારના ભય સાથે જોડાયેલ છે, જે ખરાબ નસીબ સાથે પણ સંકળાયેલ છે. તે દિવસે ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ થયું હતું. નંબર 13 અને શુક્રવાર એકસાથે અશુભ હોવાનો પ્રથમ લેખિત રેકોર્ડ 19મી સદીનો છે. જોકે, છેક 1307માં શુક્રવાર, 13 ઓક્ટોબરના રોજ ફ્રાન્સના રાજા ફિલિપ IV એ નાઈટ્સ ટેમ્પ્લર (મધ્યયુગીન યુગ દરમિયાન ધર્મનિષ્ઠ ખ્રિસ્તીઓનું એક મોટું સંગઠન હતું, જેણે એક મહત્ત્વપૂર્ણ મિશન હાથ ધર્યું હતું)ની ધરપકડ કરવાનો આદેશ આપ્યો અને મોટાભાગના નાઈટ્સને ત્રાસ આપીને મારી નાખવામાં આવ્યા હતા. પૂર્ણ ચંદ્ર (ફુલ મૂન) 12ને બદલે 13 પૂર્ણ ચંદ્ર સાથેનું વર્ષ એક ખૂબ જ કમનસીબ સંજોગો તરીકે માનવામાં આવતું હતું. જોકે, સામાન્ય રીતે સદીમાં લગભગ 37 વર્ષમાં 13 પૂર્ણ ચંદ્ર હોય છે, જ્યારે 12 પૂર્ણ ચંદ્ર સાથે 63 વર્ષ હોય છે અને દર ત્રીજા કે ચોથા વર્ષે 13 પૂર્ણ ચંદ્ર હોય છે. એક દબાયેલ ચંદ્ર સંપ્રદાય, પ્રાચીન સંસ્કૃતિઓમાં નંબર 13 સ્ત્રીત્વનું પ્રતિનિધિત્વ કરે છે, કારણ કે તે એક વર્ષમાં ચંદ્ર (માસિક) ચક્રની સંખ્યાને અનુરૂપ છે (13 x 28 = 364 દિવસ). જેમ જેમ સૌર કેલેન્ડરે ચંદ્ર પર પ્રભુત્વ મેળવ્યું, તેમ તેમ તેર નંબર શાપિત થતો ગયો.

ટ્રિસ્કાઈડેકા ફોબિયાના અંધશ્રદ્ધાળુ પીડિત લોકો તેર નંબરવાળી અથવા લેબલવાળી કોઈ પણ વસ્તુથી દૂર રહીને ખરાબ નસીબને ટાળવાનો પ્રયાસ કરે છે. પરિણામે કંપનીઓ અને ઉત્પાદકો નંબર ટાળવા માટે નંબર અથવા લેબલિંગની બીજી રીતનો ઉપયોગ કરે છે, જેમાં હોટલો અને ઊંચી ઇમારતો સ્પષ્ટ ઉદાહરણો છે (તેરમો માળ). ટ્રાયથ્લોનમાં 13 નંબરનો ઉપયોગ થતો નથી. જેમ કે, વર્તમાન નંબરિંગ સિસ્ટમ હેઠળ નંબરિંગ 11, 12, 14, 15 જાય છે. ટુર ડી ફ્રાન્સ જેવી સાઇકલ સ્પોર્ટ ઈવેન્ટ્સમાં 13 નંબર સોંપેલ રાઈડર્સ ઘણીવાર તેમની રેસ બિબને ઊંધો પહેરે છે. અરે! એપોલો 13 મિશનના ફિયાસ્કા પછી નાસાએ ક્રમિક રીતે સ્પેસ શટલ મિશનને આ નંબર આપવાનું બંધ કર્યું હોવાની વાત પણ ચગી હતી.