ભારતની સૌથી મોટી સરકારી બેન્ક એટલે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા. દુનિયાની પ્રથમ હરોળની બેન્કમાં એસબીઆઈનું નામ આવે છે. એસબીઆઈ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રમાં ફાઉન્ડેશન દ્વારા વિવિધ સ્કોલરશિપ અને ફેલોશિપ આપવામાં આવે છે. પ્રાથમિક ધોરણથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએટ, ડોક્ટરેટ ડિગ્રી માટે જુદી જુદી સ્કોલરશિપ આપવામાં આવે છે. એવી જ એક વિશેષ સ્કોલરશિપ આશા સ્કોલરશિપ પ્રોગ્રામ અંતર્ગત આપવામાં આવે છે. ભારતના તેજસ્વી એસસી, એસટી કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓને વિદેશમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરવા માટે ઓવરસીઝ એજ્યુકેશન સ્કોલરશિપ આપવામાં આવે છે. ઈચ્છુક ઉમેદવાર નિયમોને આધીન અરજી કરી શકે છે.

મહત્ત્વની બાબતો

ઉમેદવાર પાસે ભારતીય નાગરિત્વ હોવું જરૂરી છે.

ઉમેદવારે કોઈ પણ શાખામાં બેચલર ડિગ્રી અથવા તેની સમકક્ષનો અભ્યાસક્રમ કરેલો હોવો જોઈએ.

ઉમેદવારે ભારત સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી અભ્યાસ કરેલો હોવો જોઈએ અથવા કરતા હોવા જોઈએ.

આ સ્કોલરશિપ વિદેશમાં અભ્યાસ કરવા માટે જ માન્ય ગણવામાં આવશે.

ઉમેદવારે ભારત બહારના કોઈ પણ દેશની પ્રીમિયર યુનિવર્સિટી-કોલેજમાં એડમિશન મેળવેલું હોવું જોઈએ.

ઉમેદવારે જે તે પાછળના એકેડેમિક યરમાં ઓછામાં ઓછા 75 ટકા મેળવેલા હોવા જોઈએ.

ઉમેદવારના પરિવારની વાર્ષિક આવક છ લાખ રૂપિયાથી વધારે ન હોવી જોઈએ.

આ સ્કોલરશિપ એસસી અને એસટી કેટેગરીના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે જ માન્ય રહેશે.

ઓછી આવક ધરાવતા પરિવારોના વિદ્યાર્થીઓને શિક્ષણમાં સહાય કરવી.

આર્થિક અગવડતાને કારણે અભ્યાસ કરવાનું છોડી ન દે અને તેમના શિક્ષણની સાતત્યની ખાતરી કરવી.

એજ્યુકેશન વર્ટિકલ ઈન્ટિગ્રેટેડ લર્નિંગ મિશન કાર્યક્રમને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવો.

ગ્રામ્ય વિસ્તારોની પ્રતિભાઓને આર્થિક મદદ કરીને શિક્ષણના ક્ષેત્રમાં આગળ વધારવા.

વંચિત વિસ્તાર અને વર્ગોમાં સામાજિક-આર્થિક વિકાસ કરવો.

સમાનતા, વૃદ્ધિ અને સકારાત્મક સામાજિક અસરોને પ્રોત્સાહન આપતા કાર્યક્રમો આપવા.

જે ઉમેદવારના પરિવારની વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયા કરતાં ઓછી હશે તેમને પ્રાધાન્ય આપવામાં આવે છે.

વિદેશમાં અભ્યાસક્રમ માટે લેવાતી પ્રવેશ પરીક્ષા જેવી કે જીઆરઈ, જીમેટ જેવી એક્ઝામમાં યોગ્ય માર્ક્સ મેળવેલા હોવા જોઈએ.

અંગ્રેજી ભાષા સંબંધિત ટોફેલ, આઈઈએલટીએસ જેવી પરીક્ષાઓનાં સર્ટિફિકેટ આપવાનાં રહેશે.

સહાય

ઉમેદવારને સ્કોલરશિપ પ્રોગ્રામ અંતર્ગત મળવાપાત્ર તમામ લાભો આપવામાં આવે છે.

ઉમેદવારને વર્ષે વધુમાં વધુ વીસ લાખ રૂપિયાની મદદ કરવામાં આવે છે. અથવા અભ્યાસક્રમ સંબંધિત ખર્ચના પચાસ ટકા આપવામાં આવે છે. આ બંનેમાંથી જે ઓછું હશે તે સહાય કરવામાં આવે છે.

ઉમેદવારને અન્ય સહાય નિયમોને આધીન આપવામાં આવે છે.

અરજી

અરજી ઓનલાઈન કરવાની રહેશે.

અરજી માટેઃ https://tinyurl.com/ye435b5b

અરજી સાથે તમામ દસ્તાવેજો આપવાના રહેશે.

અરજી માટે ઉમેદવારે પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

અરજી કરવાની છેલ્લી તારીખ

31 માર્ચ, 2025

સ્કોલરશિપની માહિતી માટેઃ

https://tinyurl.com/24xf65c5

પૂછપરછ માટે

[email protected]

સંપર્ક

SBI Foundation,

No. 35, Ground Floor,

The Arcade, World Trade Centre,

Cuffe Parade, Mumbai - 400005

011-430-92248 (Ext- 303)