અમેરિકા હાલમાં ઈરાનના પરમાણુ પ્રોગ્રામને લઈને બોખલાઈ ગયું છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ઈરાનને ઘેરી રહ્યાં છે. આ વચ્ચે આંતરરાષ્ટ્રીય અણુ ઊર્જા એજન્સી(IAEA)ના ડિરેક્ટર જનરલ રાફેલ ગ્રોસીએ ચેતવણી આપી છે કે ઈરાન પરમાણુ હથિયાર બનાવવાની ખૂબ જ નજીક છે. ગ્રોસી હાલમાં ઈરાનના પ્રવાસ પર છે. તેમણે કહ્યું કે, ઈરાન પાસે પરમાણુ બોમ્બ બનાવવા માટેના તમામ ઘટકો છે અને તે ગમે ત્યારે તે ઘટકોને જોડીને પરમાણુ બોમ્બ બનાવી શકે છે. ગ્રોસીએ કહ્યું કે, 'ઈરાનને હળવાશથી ન લઈ શકાય. 2015માં ઈરાન પરમાણુ કરાર તૂટ્યા બાદ ઈરાને ફરીથી પોતાના ન્યૂક્લિયર પ્રોગ્રામને ગતિ આપી છે.'ઈરાન લાંબા સમયથી પરમાણુ હથિયાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ અમેરિકાની ધમકીઓ અને પ્રતિબંધોના કારણે તેને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ટેરિફ નીતિથી અમેરિકાના લોકોને હવે ઇન્કમટેક્સ ભરવાની જરૂર નહીં રહે
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે અમેરિકાને તેમની નવી ટેરિફ નીતિથી એટલી બધી આવક થશે કે પછી અમેરિકાના લોકોએ આવકવેરો(Income Tax) ભરવાની જરૂર જ નહીં રહે. ડોનાલ્ડ ટ્રમ્પે 1800 ના દાયકાના અંતના સમયનો હવાલો આપતા કહ્યું કે તે સમયે અમેરિકા ફક્ત ટેરિફ દ્વારા પૈસા કમાતું હતું અને ત્યારે આપણો દેશ વિશ્વનો સૌથી ધનિક રાષ્ટ્ર હતો. જોકે હવે હાલના સમયમાં આ એક એવી તક છે કે આપણે એટલા બધા પૈસા કમાઈ શકીએ છીએ કે તેના બાદ આવકવેરો ચૂકવવાની જરૂર જ નહીં રહે. ઉલ્લેખનીય છે કે આવકવેરામાં કોઈપણ ફેરફાર ફક્ત અમેરિકન કોંગ્રેસ(American Congress) દ્વારા જ કરી શકાય છે, કારણ કે તેને કર નીતિ બનાવવાનો અધિકાર છે. ટ્રમ્પે કહ્યું કે અમે ટેરિફમાંથી એકત્ર થયેલા નાણાંનો ઉપયોગ ટિપ્સ અને સામાજિક સુરક્ષા પરના કરને નાબૂદ કરવા અને તેમના અન્ય ચૂંટણી વચનોને પૂર્ણ કરવા માટે કરી રહ્યા છે.
સંયુક્ત આરબ અમીરાતના પર્સનલ લોમાં અત્યંત મહત્ત્વના ફેરફારો કરાયા
યુએઈમાં પર્સનલ સ્ટેટ્સ લૉમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. જે 15 એપ્રિલથી લાગુ થયા છે. જેમાં હિન્દુઓ સહિત નોન મુસ્લિમને હક આપવામાં આવ્યો છે. તેમજ લગ્ન-સંપત્તિ જેવા પર્સનલ લૉમાં અનેક પ્રકારના સુધારા કરવામાં આવ્યા છે. લગ્ન, છૂટાછેડા, વારસાઈ, અને બાળકોની કસ્ટડી જેવા કિસ્સામાં નોન-મુસ્લિમ ઈમિગ્રન્ટ્સ અને સ્થાનિક નાગરિકોને રાહત તથા સમાનતા આપવામાં આવી છે. વધુમાં મહિલાઓના અધિકારોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હિન્દુ, ખ્રિસ્તી અને અન્ય નોન-મુસ્લિમો જે યુએઈએમાં વસે છે. તેઓને પોતાની પરંપરાઓ અને માન્યતાઓની સાથે રહેવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.યુએઈમાં પર્સનલ સ્ટેટ્સ લૉમાં અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. જે 15 એપ્રિલથી લાગુ થયા છે. જેમાં હિન્દુઓ સહિત નોન મુસ્લિમને હક આપવામાં આવ્યો છે. તેમજ લગ્ન-સંપત્તિ જેવા પર્સનલ લૉમાં અનેક પ્રકારના સુધારા કરવામાં આવ્યા છે. લગ્ન, છૂટાછેડા, વારસાઈ, અને બાળકોની કસ્ટડી જેવા કિસ્સામાં નોન-મુસ્લિમ ઈમિગ્રન્ટ્સ અને સ્થાનિક નાગરિકોને રાહત તથા સમાનતા આપવામાં આવી છે. વધુમાં મહિલાઓના અધિકારોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. હિન્દુ, ખ્રિસ્તી અને અન્ય નોન-મુસ્લિમો જે યુએઈએમાં વસે છે. તેઓને પોતાની પરંપરાઓ અને માન્યતાઓની સાથે રહેવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ કાયદો યુએઈના તમામ નાગરિકો પર લાગુ થાય છે. જો કોઈ પણ આંતર-ધર્મ લગ્ન થાય છે, અર્થાત યુએઈના પુરુષના કોઈ અન્ય ધર્મની મહિલા સાથે લગ્ન થાય છે. તો તેના પર આ નવો કાયદો લાગુ થશે.
સોવિયત સૈનિકોનો મુકાબલો એલિયન્સ સાથે થયો એવા સીઆઇએના રિપોર્ટ
તાજેતરમાં જાહેર કરાયેલી CIA (સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી) ફાઇલે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. આ દસ્તાવેજમાં દાવો કરવામાં આવ્યો છે કે શીત યુદ્ધ દરમિયાન (1989-1990 ) સાઇબિરીયામાં સોવિયેત સૈનિકો અને એક અજાણી ઉડતી રકાબી (UFO) વચ્ચે ભયાનક મુકાબલો થયો હતો જેમાં 23 સૈનિકો પથ્થરમાં ફેરવાઈ ગયા હતા. આ દસ્તાવેજ મૂળ રૂપે 2000 માં જાહેર કરવામાં આવ્યો હતો. તે તાજેતરમાં CIA વેબસાઇટ પર પ્રકાશિત થયો હતો, ત્યારબાદ તે વાયરલ થયો છે.અહેવાલો અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે સોવિયેત સૈનિકો સાઇબિરીયામાં નિયમિત તાલીમ કવાયત કરી રહ્યા હતા. અચાનક, ઓછી ઊંચાઈએ ઉડતી "રકાબી આકારની ઉડતી વસ્તુ" સૈનિકો પર ફરવા લાગી. અજ્ઞાત કારણોસર, એક સૈનિકે આ UFO પર સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ ચલાવી, જેના પરિણામે UFO નજીકમાં જ તૂટી પડ્યો.