એસબીઆઇ યૂથ ફોર ઈન્ડિયા ફેલોશિપની શરૂઆત 1 માર્ચ, 2011થી કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ ગ્રામ્ય તેમજ શહેરી મધ્યમથી ગરીબ વિદ્યાર્થીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે. એસબીઆઇ યૂથ ફોર ઈન્ડિયા ફેલોશિપની પ્રથમ બેચના 27 ફેલોઝે ગ્રામ્ય ભારતમાં શિક્ષા, વિકાસ અને સામાજિક સુધારાની દિશામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

આજની તારીખમાં પણ આ ફેલોશિપ શહેરી યુવાઓને એનજીઓ સાથે જોડીને ગ્રામ્ય વિકાસ માટે સાર્થક કાર્ય કરવાના અવસરો પણ પ્રદાન કરે છે. મૂળ આ ફેલોશિપ ભારતીય નાગરિકો, ભારતીય પ્રવાસી નાગરિકો (OCI), નેપાળ અને ભુતાનના નાગરિકો માટે પણ ખાસ ઉપયોગી છે. એસબીઆઇ યૂથ ફોર ઈન્ડિયા ફેલોશિપ સ્નાતક ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓને ગ્રામ્ય સમુદાયો-જૂથની સાથે રહીને ગ્રામ્ય વિકાસના પડકારોને પાર પાડવા અને તેમને સશક્ત બનાવે છે. વધુમાં પસંદગી પામેલા ફેલોને માસિક 16,000 રૂપિયા સ્ટાઇપેન્ડ તેમજ 90,000 રૂપિયાનું રિડજસ્ટમેન્ટ એલાઉન્સ અને અન્ય લાભો પણ આપવામાં આવે છે.

કોના દ્વારા અપાય છે : ભારતીય સ્ટેટ બેન્ક (એસબીઆઇ) ફાઉન્ડેશન દ્વારા.

કોના માટે અપાય છે : 21થી 32 વર્ષની વય ધરાવતા સ્નાતર ડિગ્રીધારકો માટે.

લાભ : 16,000 રૂપિયાનું માસિક સ્ટાઇપેન્ડ, 90,000 રૂપિયાનું રિડજસ્ટમેન્ટ એલાઉન્સ અને અન્ય લાભો.

આવેદનની છેલ્લી તારીખ : આવેદન પ્રક્રિયા હજી થોડાંક સપ્તાહ ચાલુ છે

ઓફિશિયલ વેબસાઇટ : https://youthforindia.org/

શૈક્ષણિક સત્ર : 2025-26

અરજદારોએ નીચે જણાવ્યાં મુજબની શરતો અને માપદંડોને માન્ય રાખવાં જરૂરી છે.

આ ફેલોશિપ મેળવવા માટે ભારતીય નાગરિકતા ખાસ જરૂરી છે.

આવેદન કરનારની ઉંમર ફેલોશિપ કાર્યક્રમ શરૂ કર્યાની તારીખથી 21થી 32 વર્ષની અંદર જ હોવી જોઇએ.

આવેદન કરનારે 1 ઓક્ટોબર, 2025 પહેલાં સ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી ખાસ જરૂરી છે.

SBI યૂથ ફોર ઈન્ડિયા ફેલોશિપ 2025-26 : પસંદગીના માપદંડ

પસંદગી પામેલ ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અને કાર્ય અનુભવને ધ્યાનમાં લીધા વિના ઇન્ટરવ્યૂમાં તેમના પ્રદર્શનના આધારે નિર્ણય લેશે અને જે તે અરજદારની ઊંડી સમજ અને સામાન્ય જ્ઞાન ઉપરાંત તેની કાબેલિયત માટે તેમનો ઇન્ટરવ્યૂ પણ લેશે.

SBI યૂથ ફોર ઈન્ડિયા ફેલોશિપ 2025-26: મહત્ત્વપૂર્ણ લિંક્સ

https://www.buddy4study.com/scholarship/sbi-youth-for-india-fellowship

SBI યૂથ ફોર ઈન્ડિયા ફેલોશિપ 2025-26 : નિયમો અને શરતો

SBI યૂથ ફોર ઈન્ડિયા ફેલોશિપ 13 મહિનાનો કાર્યક્રમ પૂર્ણ કર્યા પછી નોકરીની ગેરંટી આપતી નથી.

પસંદ કરાયેલા ફેલોએ કાર્યક્રમના સમગ્ર સમયગાળા દરમિયાન પ્રોજેક્ટ સ્થાન પર રહેવું જરૂરી છે. (પાર્ટ ટાઇમ ફેસિલિટી માન્ય નથી.)

 અરજી ફોર્મના પ્રશ્નો પૂર્ણ કરનારા અરજદારોને ત્રણેય પ્રશ્નોના જવાબ આપવા માટે 60 મિનિટની સમયમર્યાદા આપવામાં આવશે.

ઓનલાઈન મૂલ્યાંકન આમંત્રણ પછી, ફેલોને તેને પૂર્ણ કરવા અને સબમિટ કરવા માટે 10 દિવસનો સમય મળશે.

SBI યૂથ ફોર ઈન્ડિયા ફેલોશિપ 2025-26: સંપર્ક વિગતો

SBI યૂથ ફોર ઇન્ડિયા ફેલોશિપ સંબંધિત કોઈ પણ પ્રશ્નો માટે સંપર્ક વિગતો નીચે મુજબ છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ફાઉન્ડેશન

ઈમેલ: [email protected]