નાનો પણ દુનિયા માટે મહત્ત્વના દેશમાં સાઉથ કોરિયાનું નામ આવે. ટેક્નોલોજી, એજ્યુકેશન, ઈનોવેશન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોરિયાએ ગજબનું નામ બનાવ્યું છે. આખી દુનિયાને આ દેશે એજ્યુકેશન સિસ્ટમની નવી નવી પ્રણાલીઓ આપી છે. વિસ્તાર અને વસ્તીની દૃષ્ટિએ મોટા ગજાનો દેશ નથી, પણ આર્થિક બાબતોમાં અગ્ર હરોળમાં આવતો દેશ છે. સમૃદ્ધિથી છલોછલ છે. હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સથી લઈને ડેમોક્રેટિક ગવર્નન્સમાં સાઉથ કોરિયાનું મેરિટ સુપર્બ છે. સિનેવર્લ્ડમાં પણ આ દેશનો અનોખો પ્રભાવ છે અને ખાસ કરીને ભારતમાં આ દેશનું સિનેમા હોટ ફેવરિટ થઈ રહ્યું છે. સુખી જીવન જીવવાની ચાવી પણ આ દેશ પાસે છે. સૌથી વધુ લાંબું અને સ્વસ્થ આયુષ્ય ભોગવતા દેશમાં કોરિયાનું નામ ત્રીજા નંબરે છે. આવા સમૃદ્ધ અને સાક્ષર દેશમાં ભણવું એ જીવનની અમૂલ્ય તક છે. વિજ્ઞાનના ક્ષેત્રમાં અભ્યાસ કરી રહેલા અને માસ્ટરમાં સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં ભણવા ઈચ્છુક ઉમેદવાર માટે આ સ્કોલરશિપ બેસ્ટ છે.

મહત્ત્વની યુનિવર્સિટી

ક્યૂંગ હી યુનિવર્સિટી

કોરિયા યુનિવર્સિટી

ક્વંગવૂન યુનિવર્સિટી

સિયોક્યોંગ યુનિવર્સિટી

સિયોલ નેશનલ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી

યુનિવર્સિટી ઓફ સિયોલ

સુંગક્યૂંક્વોન યુનિવર્સિટી

સૂકમ્યુંગ વુમન્સ યુનિવર્સિટી (મહિલા ઉમેદવાર માટે)

સુંગસિલ યુનિવર્સિટી

મહત્ત્વની બાબતો

ઉમેદવાર પાસે ભારતીય નાગરિત્વ હોવું જરૂરી છે.

ઉમેદવાર પાસે સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ફિલ્ડની બેચલર ડિગ્રી હોવી જોઈએ.

બેચલર ડિગ્રીના લાસ્ટ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે.

ઉમેદવારનો જન્મ 1985 પછી થયેલો હોવો જરૂરી છે.

ભારત સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરેલો હોવો જોઈએ અથવા કરતા હોવા જોઈએ.

અંગ્રેજી ભાષા પર પકડ હોવી અનિવાર્ય છે અને અભ્યાક્રમ અંગ્રેજી ભાષામાં રહેશે.

સાઉથ કોરિયાની મહત્ત્વની યુનિવર્સિટીમાં અભ્યાસ માટે સ્કોલરશિપ આપવામાં આવે છે.

ઉમેદવારે સાઉથ કોરિયાના નિયમાનુસાર જે તે પરીક્ષામાં માર્ક્સ, ટકાવારી, ગ્રેડ મેળવેલા હોવા જરૂરી છે.

ઉમેદવારે બેચલર ડિગ્રીમાં ઓછામાં ઓછા એંસી ટકા મેળવેલા હોવા જરૂરી છે.

સીજીપીએ ગ્રેડ જીકેએસ ક્રાઈટેરિયા પ્રમાણે હોવા જરૂરી છે.

ઉમેદવારની પસંદગી સિયોલ મેટ્રોપોલિટન ગવર્નમેન્ટ અને સિયોલ સ્કોલરશિપ ફાઉન્ડેશન કમિટી દ્વારા કરવામાં આવે છે.

સહાય

ઉમેદવારની તમામ ટ્યૂશન ફી આપવામાં આવે છે.

આ ટ્યૂશન ફી સિયોલ મેટ્રોપોલિટન ગવર્નમેન્ટ અને જે તે યુનિવર્સિટી દ્વારા આપવામાં આવે છે.

દર મહિને લીવિંગ માટે દસ લાખ કોરિયન વોનની આર્થિક મદદ કરવામાં આવે છે.

કોરિયા જવા માટે ઈકોનોમી ક્લાસની એર ટિકિટ આપવામાં આવે છે.

હેલ્થ ઈન્સ્યોરન્સ માટેનો ખર્ચ આપવામાં આવે છે.

ડિગ્રી-અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જોબ અપાવવા માટે મદદ પૂરી પાડવામાં આવે છે. તદુપરાંત ધંધા-વ્યવસાય કરવા માટે સહાય કરવામાં આવે છે.

શૈક્ષણિક વર્ષ દરમિયાન એકોડેમેશન, ફૂડ, સ્ટેશનરી સહિત અન્ય ખર્ચ નિયમાનુસાર અમુક કિસ્સાઓમાં આપવામાં આવે છે.

અરજી

અરજી પોસ્ટ અથવા કુરિયર દ્વારા કરવાની રહે છે.

અરજી સાથે મહત્ત્વના તમામ દસ્તાવેજો આપવાના રહેશે.

અરજી માટે

Ms. Ananya Agarwal

Head of Chancery,

Embassy of India,

Seoul 101, Dokseodang-ro,

Yongsan-gu, Seoul, Republic of Korea. Pin code 04419

સ્કોલરશિપની માહિતી માટે

https://tinyurl.com/3884zfwd

પૂછપરછ માટે

[email protected]

(CC: [email protected])