રાખમાંથી બેઠા થઈને વિશ્વની સૌથી શક્તિશાળી અર્થવ્યવસ્થા બનાવવાનું આખી દુનિયા જાપાન પાસેથી શીખી રહી છે. જાપાન નામ સાથે ઈનોવેશન અને ટેક્નોલોજી જોડાયેલી છે. આ દેશનું નામ આત્મનિર્ભર બનવાની વ્યાખ્યા છે. જાપાન સાથે ભારતનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક નાતો વર્ષો પુરાણો છે.
ભારત અને જાપાનની ગણના મિત્ર દેશોમાં થાય છે. કૌશલ્ય, કળા અને કુશળતાના પાઠ શીખવા માટે જાપાન સરકાર ભારતના વિદ્યાર્થીઓને આમંત્રિત કરે છે અને તેજસ્વી, પ્રતિભાશાળીને સ્કોલરશિપ પણ પ્રદાન કરે છે. જાપાનમાં જઈને માસ્ટર અથવા પીએચડી સંબંધિત ડિગ્રીનો અભ્યાસ કરવા ઈચ્છુક ઉમેદવારો માટે આ સ્કોલરશિપ આશીર્વાદ સમાન છે. જાપાનમાં સંશોધનનું કાર્ય કરવા મળવું એ જ કરિયર ડેવલપમેન્ટમાં પાવરફુલ ટ્રેડમાર્ક સ્ટેમ્પ સમાન છે. જાપાન સરકારના મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, કલ્ચર, સ્પોર્ટ્સ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા આ સ્કોલરશિપ આપવામાં આવે છે. ઈચ્છુક ઉમેદવાર નિયમોને આધીન અરજી કરી શકે છે.
વિષય
સોશિયલ સાયન્સ
હ્યુમિનિટીઝ
મેથેમેટિકલ સાયન્સ
ફિઝિક્સ
કેમેસ્ટ્રી એન્ડ કેમિકલ એન્જિનિયરિંગ
બાયોલોજી એન્ડ બાયોટેક્નોલોજી
એગ્રિકલ્ચર એન્ડ ફિસરી
એન્વાયર્નમેન્ટલ સાયન્સ
ફાર્માસ્યુટિકલ સાયન્સ
જિઓલોજી & જિઓઈન્ફોર્મેટિક્સ
સિવિલ એન્જિનિયરિંગ
આર્કિટેક્ચર
મટીરિયલ સાયન્સ
ઈલેક્ટ્રિકલ, મિકેનિકલ, એરોસ્પેસ એન્જિનિયરિંગ
રોબોટિક્સ
કમ્પ્યૂટર સાયન્સ
સ્પોર્ટ્સ સાયન્સ
મહત્ત્વની બાબતો
ઉમેદવાર પાસે ભારતીય નાગરિકત્વ હોવું જરૂરી છે.
સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરતા હોવા જોઈએ અથવા કરેલો હોવો જોઈએ.
સ્કોલરશિપ માસ્ટર ડિગ્રી અથવા પીએચડી ડિગ્રી માટે આપવામાં આવે છે.
માસ્ટર ડિગ્રી માટે જે તે વિષયમાં 70 ટકા સાથે બેચલર ડિગ્રી મેળવેલી હોવી જોઈએ.
ડોક્ટરલ કોર્સ માટે ઉમેદવારે જે તે વિષય સંબંધિત માસ્ટર ડિગ્રી 70 ટકા માર્ક્સ સાથે પાસ કરેલી હોવી જોઈએ.
સોશિયલ સાયન્સ એન્ડ હ્યુમિનિટીઝ વિષય માટે ઓછામાં ઓછા 65 ટકા માર્ક્સ માન્ય રહેશે.
ઉમેદવારે સપ્ટેમ્બર, 2026 પહેલાં જે તે વિષયની ડિગ્રી મેળવી લેવી જરૂરી છે.
સ્કોલરશિપનો સમયગાળો ઓક્ટોબર, 2026થી માર્ચ, 2028 સુધીનો રહેશે.
ઉમેદવારે જાપાનીઝ ભાષા શીખવા માટેની કટિબદ્ધતા દર્શાવવી પડશે અને શીખવી જરૂરી છે.
જાપાનીઝ ભાષાનું કૌશલ્ય ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
સહાય
ઉમેદવારને દર મહિને 143000 યેન આસપાસની મદદ કરવામાં આવે છે.
ઉમેદવારની એજ્યુકેશન ફી આપવામાં આવે છે.
એર રિટર્ન ટિકિટની સુવિધા પૂરી પાડવામાં આવે છે.
અન્ય ખર્ચ નિયમોને આધીન આપવામાં આવે છે.
અરજી
અરજી ઓનલાઈન ઈ-મેલ દ્વારા કરવાની રહેશે.
પોર્ટલ પરથી પ્રિલિમિનરી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે.
એપ્લિકેશન માઈક્રોસોફ્ટ વર્ડમાં જ કરવાની રહેશે અને એક એમબીથી ફાઈલ મોટી ન હોવી જોઈએ.
એપ્લિકેશન માટે ઈ-મેલ આઈડી
[email protected]
આ એપ્લિકેશન સાથે કોઈ પણ પ્રકારના સપોર્ટિંગ ડોક્યુમેન્ટ જોડાવાના રહેશે નહીં.
અન્ય કોઈ પણ ફોર્મેટમાં અથવા વધારાના ડોક્યુમેન્ટ સાથે કરવામાં આવેલી અરજી રિજેક્ટ કરવામાં આવશે.
અરજી કરવાની છેલ્લી તારીખ
13 મે, 2025
સ્કોલરશિપ માહિતી માટે
https://tinyurl.com/3j44kbj8
સંપર્ક
Japan Information Centre (JIC),
Embassy of Japan,
50-G, Shantipath,Chanakyapuri,
New Delhi - 110021.
Tel: +91-11-46104865